ગીરગઢડા સરકારી હોસ્પિટલ ખાતે અધિક્ષક તરીકે ડો.વિશ્વાસ ગૌસ્વામીની નિયુક્તિ થતાં ની સાથે જ નવા અધિક્ષક દ્વારા હોસ્પિટલને લગતા તમામ વિભાગોની બેઠક બોલાવી અને દર્દીઓની સારવારને લઈ પડતી મુશકેલીઓ જાણી અને સમસ્યાઓનું તાત્કાલીક ધોરણે નિરાકરણ કરવામાં આવ્યું.
ગીર ગઢડા સરકારી હોસ્પિટલમાં આવતા દર્દીઓની તપાસ, લેબોરેટરી, ટેસ્ટ,દવાઓ સારી રીતે મળે તેવા પગલાંઓ લેવા સ્ટાફને જરૂરી સુચનાઓ આપી.

વાત્સલ્યમ્ સમાચાર
વિશાલ ચૌહાણ ગીર ગઢડા
ગીરગઢડા સરકારી હોસ્પિટલ ખાતે અધિક્ષક તરીકે ડો.વિશ્વાસ ગૌસ્વામીની નિયુક્તિ થતાં ની સાથે જ નવા અધિક્ષક દ્વારા હોસ્પિટલને લગતા તમામ વિભાગોની બેઠક બોલાવી અને દર્દીઓની સારવારને લઈ પડતી મુશકેલીઓ જાણી અને સમસ્યાઓનું તાત્કાલીક ધોરણે નિરાકરણ કરવામાં આવ્યું.
ગીર ગઢડા સરકારી હોસ્પિટલમાં આવતા દર્દીઓની તપાસ, લેબોરેટરી, ટેસ્ટ,દવાઓ સારી રીતે મળે તેવા પગલાંઓ લેવા સ્ટાફને જરૂરી સુચનાઓ આપી.અને હોસ્પિટલમાં ઘટતા સારવારનાં સાધનો પણ ઉપલબ્ધ થાય તે માટેની કાર્યવાહી કરી અને સાધનો પુરા પાડવા તજવીજ હાથ ધરેલ
હોસ્પિટલમાં સાફ-સફાઈ, કેમ્પસમાં પણ ચોખ્ખાઈ રાખવા માટે તાત્કાલીક પગલા લેવામાં આવ્યા. દર્દીઓને પીવાનાં પાણી માટે R.O. SYSTEM નું પાણી મળી રહે તે માટે પુરતી કાળજી લેવામં આવી .
ગીરગઢડા તાલુકોએ છેવાડાનો તાલુકો છે. જેમાં ડો.નિષ્ઠાવાન, પ્રામાણીક વિશ્વાસ ગૌસ્વામી ની સરકારી હોસ્પિટલ ના અધિક્ષક તરીકે નિમણૂક થતાં જ લોકોની વ્યથાઓ સમજી અને તેઓને મદદરૂપ થવા માટેનાં સતત પ્રયત્નો હાથ ધરાયા.
જેમાં હોસ્પિટલનો તમામ સ્ટાફ પણ સાથ-સહકારથી જોડાઈ અને તાલુકાની જનતાને સારીએવી આરોગ્યલક્ષી સેવા મળે તેવા પ્રયત્નો કરી રહ્યા છે.
હાલ થોડા ટાઇમ થી ગીર ગઢડા સરકારી હોસ્પિટલ ચર્ચાનો વિષય બની હતી પરંતુ ગીર ગઢડા સરકારી હોસ્પિટલ માં નવા અને એક્ટિવ અધિક્ષક ની નિમણુક થતાની સાથે જ હોસ્પિટલ માં ઘટતી સુવિધાઓ પૂરી કરવા તજવીજ હાથ ધરવામાં આવી