GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:માંધાતા ધામમાં વાંકાનેરના સતાપર ગામે માધ્યમિક શાળાના જમીન વિવાદના પ્રશ્નનો ઉકેલ કરતા જિજ્ઞાસાબેન મેર

 

WAKANER:માંધાતા ધામમાં વાંકાનેરના સતાપર ગામે માધ્યમિક શાળાના જમીન વિવાદના પ્રશ્નનો ઉકેલ કરતા જિજ્ઞાસાબેન મેર

 

વાંકાનેરના સતાપર ગામે લાંબા સમયથી ચાલતો નવી માધ્યમિક શાળાના જમીનનો વિવાદ ફરિયાદ સુધી પહોચી ગયો હતો. અમુક બહારના અસામાજિક તત્વો દ્વારા સળગાવવામાં આવેલ આ જમીનનો વિવાદ વાંકાનેરમાં આવેલ માંધાતા ધામ ખાતે ભગવાન માંધાતાદેવ અને સંતશ્રી વેલનાથબાપુના મંદિરની જગ્યાએ આરોપી અને ફરિયાદી બંને પક્ષો અને ગામના તેમજ આજુબાજુના ગામના આગેવાનોને સાથે રાખી તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન જિજ્ઞાસાબેન મેરના અથાગ પ્રયત્નો દ્વારા સમાધાન થઈ જતાં શિક્ષણની જમીનનો ઉકેલ ધર્મ સ્થળ પર થતા જિજ્ઞાસાબેન મેરે બંને પક્ષોને અભિનંદન પાઠવ્યા હતા અને સાત થી આઠ ગામના દીકરા દીકરીઓને માધ્યમિક શિક્ષણ માટેના નવી માધ્યમિક શાળા માટે જાગૃતતા દેખાડી બંને પક્ષોએ જિજ્ઞાસાબેન મેરનો આભાર વ્યક્તો કર્યો હતો.

Back to top button
error: Content is protected !!