GUJARATMORBIMORBI CITY / TALUKO

JODIYA જોડિયા તાલુકાની નેસડા પ્રાથમિક શાળા ની શૈક્ષણિક મુલાકાત યોજાઇ 

 

JODIYA જોડિયા તાલુકા ની નેસડા પ્રાથમિક શાળા ની શૈક્ષણિક મુલાકાત યોજાઇ

 

આજ રોજ જોડિયા તાલુકા ની નેસડા પ્રાથમિક શાળા ની શૈક્ષણિક મુલાકાત નું આયોજન કરવામાં આવ્યું હતું.નવી શિક્ષણ નીતિ અન્વયે બાળકોને પ્રત્યક્ષ નું શિક્ષણ મળે તે ખૂબ મહત્વનું છે.જે અન્વયે બાલવાટિકા થી ધોરણ 8 સુધીના તમામ બાળકો માટે રાજકોટ પાસે આવેલ કેસર ધાણી નામના રિસોર્ટ માં મુલાકાત યોજવામાં આવી હતી.જેમાં બાળકોને કુંભાર નું માટીકામ નિહાળ્યું અને લાઇવ બાળકોએ માટી માંથી જાતે વસ્તુ બનાવી હતી.ત્યારબાદ આપણી દેશી પ્રાચીન સંસ્કૃતિ કટપુતલી ના ખેલ,હાથ ચાલાકી થી જાદુ ના ખેલ અને રાજસ્થાની નૃત્ય નિહાળ્યું હતું.અને બપોરે ગરમા ગરમ ભોજન આરોગ્ય હતું.અને ત્યાં થી ખંડેરી પાસે આવેલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ નિહાળ્યું હતું.આ આયોજન શાળા ના આચાર્ય શ્રી ભાવેશભાઈ પનારા ના માર્ગદર્શન નીચે થયું હતું.જેમ શિક્ષક રમેશભાઈ બાલાસરા, રવિનભાઈ મકવાણા,જોશનાબેન,પૂજાબેન સાથે જોડાયા હતા. ગામના ઉપસરપંચ જનકભાઈ સોલંકી પોતાના વાહન થી જોડાયા હતા.આ મુલાકાત માં બાળકો એ ખૂબ આનંદ માગ્યો હતો.

Back to top button
error: Content is protected !!