GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીની ખાનપર કુમાર પ્રાથમિક શાળા અને શ્રી લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલયમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો

MORBI:મોરબીની ખાનપર કુમાર પ્રાથમિક શાળા અને શ્રી લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલયમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો

 

 

તારીખ 28/ 06 /2025 ના રોજ શ્રી ખાનપર કુમાર પ્રાથમિક શાળા-ખાનપર અને શ્રી લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય ખાનપરનો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025 નો સંયુક્ત કાર્યક્રમ શ્રી લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય ખાનપર ખાતે કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી જે.જે. રાચ્છ સાહેબ (કાર્યપાલક ઇજનેર સિંચાઈ વિભાગ.) , ચંદ્રકાંતભાઈ બાવરવા (CRC) સાહેબ હતાં. ખાનપર ગામનાં સરપંચશ્રી દિલીપભાઈ લીંબડ , ઉપસરપંચશ્રી ભીમાણી રમેશભાઈ, ગ્રામ પંચાયતના સભ્યો , વાલીઓ, SMDC સભ્યો તથા SMC સભ્યો ઉજવણીમાં હાજર રહ્યા હતાં. શ્રી નાનાલાલ દલીચંદ મહેતા ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ, SMC અધ્યક્ષ અમૃતિયા નરેન્દ્રભાઈ અમરશીભાઈ તથા ડૉ. જલ્પાબેન અરજણભાઈ ફુલતરિયા એમ અનેક દાતાશ્રીઓએ શાળાને દાન આપી વિદ્યાર્થીઓની પ્રગતિમાં વધારો થાય તે માટે વિવિધ શૈક્ષણિક વસ્તુઓ અને રોકડ રકમ દાનપેટે આપી હતી. તમામ મહાનુભાવોએ આંગણવાડીનાં બાળકોથી લઈ બાલવાટીકાનાં બાળકો તથાં ધોરણ 9 ના બાળકોને શૈક્ષણિક કીટ, પુસ્તકો આપી પ્રવેશ અપાવ્યો હતો. બાલવાટીકાથી લઈ ધો 1 થી 10 સુધીના પ્રથમ ત્રણ ક્રમાંક પ્રાપ્ત કરેલ બાળકોને ઇનામ આપી પ્રોસાહિત કરવામાં આવ્યા હતાં. તેમજ પ્રાથમિક શાળામાં લેવાતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મેરીટમાં આવેલ બાળકોને પ્રોત્સાહક ઈનામો તથાં પ્રમાણપત્રો આપવામાં આવેલ. આ તકે શ્રી નાનાલાલ દલીચંદ મહેતા ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટના સભ્યો તેમજ તમામ દાતાશ્રીઓનું સાલ ઓઢાળી , સિલ્ડ આપી અને પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું. મહેમાનો દ્વારા પ્રેરક વક્તવ્યથી જોમ અને જુસ્સો પૂરો પાડ્યો હતો. અંતે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થીનીઓ તથાં ચિકાણી રમણિકલાલ સાહેબ દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમને સફળ બનાવવા શ્રી ખાનપર કુમાર પ્રાથમિક શાળાનો સ્ટાફ , શ્રી લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલય ખાનપર નો સ્ટાફ તથા ખાનપર ગામની શિક્ષણ સમિતિનાં સભ્યોએ ખુબ જહેમત ઉઠાવી. અંતે શ્રી ખાનપર કુમાર પ્રાથમિક શાળાનાં આચાર્ય ઈશ્વરભાઈ કે. સાવરિયા દ્વારા આભારવિધિ કરી જેમાં કાર્યક્રમની સફળતા બદલ સર્વેને શુભેચ્છાઓ પાઠવી અને વિદ્યાર્થીઓને બિસ્કીટ તથા ચોકલેટનું વિતરણ કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો.

Back to top button
error: Content is protected !!