MORBI:મોરબી ભારતી વિધાલય શાળામાં ઉજવાયો કૃષ્ણ જન્મોત્સવ
સામાકાંઠા વિસ્તારમાં આવેલી ભારતી વિધાલય શાળામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમીની ઉજવણી ધામધૂમ થી ઉજવવામાં આવેલ.જેમાં વિદ્યાર્થીઓ દ્વારા રાધા – કૃષ્ણના સંગીત ઉપર ડાન્સ કૃતિ રજુ કરવામાં આવેલ.તે સાથે બાલ ગોપાલના સામૈયા કરીને હર્ષ ઉલ્લાસ અને ઉમંગની સાથે નંદબાબા ટોપલામાં કૃષ્ણના જન્મ સમયનું સ્વરૂપ બાલ ગોપાલને લઈને આવેલ અને ત્યારબાદ શાળાના વાલી તેમજ વિદ્યાર્થીઓએ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી સાથે રાસ ગરબા કરેલ.જેમ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ રાત્રીના 12 વાગ્યે થયેલ તેમ બપોરે 12 વાગ્યાના સમયે વિદ્યાર્થીઓ દ્વારા મટકીફોડના 3 માળના પિરામિડ કરીને ભાઈઓ અને બહેનો એમ અલગ અલગ બે મટકી ફોડીને કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવેલ.અંત માં શાળા સંચાલક શ્રી કૌશલભાઈ મહેતાએ તમામ વાલીશ્રીનો કાર્યક્રમમાં આવવા બદલ આભાર વ્યક્ત કરેલ.તેમજ શાળા પ્રમુખ શ્રી હિતેષભાઇ મહેતાએ કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામ શિક્ષક અને વિદ્યાર્થીઑને અભિનંદન આપેલ
રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૪ |કિડની પથરી અને પ્રોસ્ટેટ થી કઈ રીતે બચવું ? | Urology |Dr. Keyur Patel