GUJARATMORBI

મોરબી:યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ક્રિષ્ના લોકમેળો 3 સપ્ટેમ્બરે ખુલ્લો મુકાશે, એન્ટ્રી ફ્રી

યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ક્રિષ્ના લોકમેળો 3 સપ્ટેમ્બરે ખુલ્લો મુકાશે, એન્ટ્રી ફ્રી

ક્રિષ્ના લોક મેળામાં ફજેત-ફાળકા, અવનવી રાઇડ્સ સહિત મનોરંજનની તમામ વ્યવસ્થા સાથે લોકોની સુરક્ષા માટે સિક્યુરિટી ગાર્ડ, સીસીટીવી કેમેરા અને વિશાળ પાર્કિગ વ્યવસ્થા ઉભી કરાઈ

મોરબી : મોરબીવાસીઓ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકો વિનામૂલ્યે એન્ટ્રી સાથે ભવ્ય ગ્રાઉન્ડમાં તમામ વ્યવસ્થા સાથે મોકળા મને જન્માષ્ટમીનો મેળો માણી શકે એ માટે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા લોકોની સુરક્ષાને પ્રથમ પ્રાધાન્ય આપી તમામ વર્ગના લોકો હળીમળીને મેળાની મનભરીને મોજ લૂંટી શકે તે માટે દરવર્ષની જેમ આ વખતે પણ બાયપાસ રોડ પર જૂના અને જાણીતાં ક્રિષ્ના લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેથી મોજીલા મોરબીવાસીઓ મન મુકીને પૂરતી સુરક્ષા સાથે આ યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત જાહેર જન્માષ્ટમીનો લોકમેળો માણી શકશે તમામ મોરબીવાસીઓ અને આસપાસની તમામ ગ્રામ્ય જનતાના આ પોતાના આ લોકમેળાને 3 સપ્ટેમ્બરે ખુલ્લો મુકાશે.

મોરબીવાસીઓ માટે સકારાત્મક લોક ઉપયોગી કાર્યો કરવા માટે હરહંમેશ તત્પર રહેતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી નિમિતે મોરબીના બાયપાસ રોડ પર કામધેનુ પાર્ટી પ્લોટની વિશાળ જગ્યામા જૂના અને જાણીતા ક્રિષ્ના મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના સંસ્થાપક દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, યંગ ઇન્ડિયા ગ્રુપનો લોકમેળા એકદમ જાહેર લોકમેળા છે. આ લોક મેળામાં પ્રવેશ માટે કોઈ એન્ટ્રી રાખવામાં આવી નથી. મેળામાં જે પણ રમકડાં, ખાણી-પીણીના સ્ટોલ તેમજ ફજેત ફાળકા સહિતની તમામ વસ્તુઓ વ્યાજબી ભાવે મળશે. આ લોકમેળાના આયોજન પાછળ નફો નહિ માત્ર નિર્દોષ મનોરંજનનો ઉદ્દેશ્ય રહેલો છે.

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા છેલ્લા દસ વર્ષથી ક્રિષ્ના લોકમેળાનું આયોજન થાય છે અને મોરબીવાસીઓ આ જાહેર લોકમેળાને દિલથી માણે છે. તેથી આગામી 3 સપ્ટેમ્બરના રોજ મોરબીના બાયપાસ રોડ પર કામધેનુ પાર્ટી પ્લોટની વિશાળ જગ્યામાં જન્માષ્ટમીનો જાહેર લોકમેળા શરૂ થઈ રહ્યો છે. આ મેળામાં પ્રવેશ એકદમ ફ્રી છે. આ જાહેર લોકમેળામાં વિનામૂલ્યે એન્ટ્રી, ફજેત-ફાળકા, અવનવી રાઇડ્સ સહિત મનોરંજનની તમામ વ્યવસ્થા સાથે લોકોની સુરક્ષા માટે સિક્યુરિટી ગાર્ડ, સીસીટીવી કેમેરા અને વિશાળ પાર્કિગ વ્યવસ્થા ઉભી કરાઈ છે. તમામ લોકોનો આ પોતાનો લોકમેળો બની રહે તેવું સુરક્ષિત શીતનનું વાતાવરણ ઉભું કરવામાં આવ્યું છે. બહેનો, બાળકો અબાલવૃદ્ધ સહિત સોં કોઈ હળીમળીને સુરક્ષિત રીતે મેળો માણી શકે તેવી તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

ક્રિષ્ના લોકમેળામાં આવતા બાળકો બહેનોની સલામતી માટે સીસી ટીવી કેમેરા, સિક્યુરિટી ગાર્ડ, લોકમેળાને વિમાકવચ ઉપરાંત યંગ ઇન્ડિયા ગ્રુપના સ્વયં સેવકો સતત મેળામાં બારીકાઈ ભર્યું નિરીક્ષણ કરતા રહે છે. આ ઉપરાંત ફ્રી વાઈ ફાઈ ઝોન પણ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત ક્રિષ્ના લોકમેળામાં ભારતીય સંસ્કૃતિને અનુરૂપ પ્રોગ્રામો રજુ કરી ફિલ્મી ગીતોને બદલે દેશભક્તિના ગીતો જ સ્ટેજ પરથી રજુ થાય છે. યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મોરબી જિલ્લાની જાહેર જનતાને યંગ ઇન્ડિયા ગૃપ દ્વારા આયોજિત ક્રિષ્ના લોક મેળાનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!