GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં માર્કેટ યાર્ડ પાસેથી અને નાની કેનાલ રોડેથી બે યુવાનો ગુમ!

MORBI:મોરબીમાં માર્કેટ યાર્ડ પાસેથી અને નાની કેનાલ રોડેથી બે યુવાનો ગુમ!

 

 

રીપોર્ટ શ્રીકાંત પટેલ મોરબી

મોરબી: મોરબીના જેતપર ગામે રહેતો યુવક પોતાની મોરબી શનાળા રોડ માર્કેટીંગ યાર્ડમાં આવેલ દુકાનેથી ઘરે જવાનું કહી નિકળેલ યુવક લાપત્તા થતાં મોરબી સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી છે.


મળતી માહિતી મુજબ પવન દિનેશભાઇ કલોલા ઉ.વ.૨૨ ધંધો-વેપાર રહે-જેતપર ગામ મોટી શેરી તા.જી.મોરબીવાળો પોતાની મોરબી શનાળા રોડ માર્કેટીંગ યાર્ડમા આવેલ દુકાનેથી ઘરે જવાનુ કહી નિકળેલ હોય પરંતુ તેઓ ઘરે પરત આવેલ ન હોય જેથી પરીવારજનો તથા સગા સબંધીઓએ ઘરમેળે શોધખોળ કરતા મળી ન આવતા લાપત્તા થતાં તેના પિતા દીનેશભાઈ ચતુરભાઈ કલોલાનાએ મોરબી સીટી એ ડિવીઝન પોલીસમાં લાપતા થયાની ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે લાપતા થયાની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 જ્યારે બીજો યુવાન નાની કેનાલ રોડ ઉપર આવેલા અવધ -૪ માં રહેતો યુવાન ગુમ થયો છે ‌મોરબીમાં નાની કેનાલ રોડ ઉપર રહેતો અને ટાઇલ્સ ટ્રેડિંગનું કામ કરતો ગૌરવભાઈ દલસુખભાઈ કાવર નામનો યુવાન ગઇ તારીખ ૮-૮ નાં બપોરનાં ૨-૩૦ વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી કોઈને કશું કહ્યા વગર નીકળી ગયો હતો અને તેને શોધવા છતાં તેનો કોઈ જગ્યાએથી પતો નહીં મળતાં ગુમ થયેલા યુવાનના પિતા દલસુખભાઈ મગનભાઈ કાવર રહે. નાની કેનાલ રોડ મોરબી વાળાએ મોરબી શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેમનો દીકરો ગુમ થયો હોવાની ગુમસુધા ફરિયાદ આપી છે જેના આધારે પોલીસે યુવાનની શોધખોળ હાથ ધરી છે આ અંગેની આગળની વધુ તપાસ મોરબી શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!