MORBI:’વિકાસ સપ્તાહ’ અન્વયે મોરબીમાં યુવા સશક્તિકરણ અંગે વ્યાખ્યાન મંથન યોજાયુ; ૧૨૦૦ યુવાઓ જોડાયા
MORBI:’વિકાસ સપ્તાહ’ અન્વયે મોરબીમાં યુવા સશક્તિકરણ અંગે વ્યાખ્યાન મંથન યોજાયુ; ૧૨૦૦ યુવાઓ જોડાયા
મોરબી જિલ્લામાં મોરબીમાં પી.જી. પટેલ કોલેજ ખાતે ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણીના ભાગરૂપે યુવા સશક્તિકરણ અંતર્ગત વ્યાખ્યાન મંથન યોજવામાં આવ્યું હતું જેમાં આશરે ૧૨૦૦ જેટલા યુવાઓ જોડાયા હતા.
મોરબીમાં ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી અંતર્ગત મોરબી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, દ્વારા ગત ૦૮ ઓક્ટોબરના મોરબીમાં પી.જી. પટેલ કોલેજ ખાતે યુવા સશક્તિકરણ અંતર્ગત યોજાયેલા વ્યાખ્યાન મંથનમાં યુવાનોને સશક્ત કરવા માટે અમલી વિવિધ યોજનાઓ તથા દેશના વિકાસમાં યુવાઓની ભૂમિકા અંગે જાણકારી આપવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી હિરલ વ્યાસ, પી.જી. પટેલ કોલેજના આચાર્યશ્રી રવિન્દ્રભાઈ, વક્તાશ્રી પ્રતિક કાછડીયા, લાયન્સ ક્લબ મોરબીના પ્રમુખશ્રી, કોલેજનો સમગ્ર સ્ટાફ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.