તા.૨૦.૦૮.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Sanjeli:સંજેલી તાલુકા મથકે આવેલ શ્રી શ્રધ્ધા વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ કરવામાં આવ્યું
સંજેલી તાલુકામાં આવેલ યુગ શક્તિ ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી શ્રધ્ધા વિદ્યાલય સંજેલી ખાતે કેજી 1/2 તેમજ બાલવાટિકાથી 1 થી 8 ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અભ્યાસની સાથે સાથે શિસ્ત, કલા અને સર્વાંગી વિકાસ માટે તમામ પ્રવુતિ આ શાળાના દ્વારા કરાવવામા આવે છે.15 મી ઓગષ્ટના રોજ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓને શાળાના મેનેજમેન્ટ ટ્રસ્ટી વિનોદભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય દિલીપકુમાર એચ. મકવાણાએ જણાવ્યું હતું કે બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિઓ વિકસે અને બાળકોને પ્રોત્સાહન મળે તે હેતુથી સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યું હતું. તમામ વિદ્યાર્થીઓ પોત પોતાનું ઈનામ મેળવીને ખૂબ ખુશ જણાતા હતા. શાળા સ્ટાફ દ્વારા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન સાથે શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી હતી