GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી એલિટ ઇન્ટરનેશનલ 2 હોમ પ્રિ સ્કૂલ ખાતે ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાઈ

MORBI:મોરબી એલિટ ઇન્ટરનેશનલ 2 હોમ પ્રિ સ્કૂલ ખાતે ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાઈ
અષાઢી બીજ 27 જૂન 2025 ના રોજ ગુજરાત સહિત વિશ્વભરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાયેલ જેમાં પરંપરાગત રીતે જય રણછોડ, માખણ ચોર ના જયઘોષ સાથે ભગવાન જગન્નાથજી તેમજ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી નગર ચર્ચાએ નીકળતા હોય છે. આ રથયાત્રાનું મહત્વ અને બાળકોને ધાર્મિકતાનું જીવનમાં મહત્વ સમજાવવા એલિટ ઇન્ટરનેશનલ ગ્રુપ સંચાલિત 2હોમ પ્રિ સ્કૂલ, એસપી રોડ, મોરબી ખાતે શાળાના પટાંગણમાં રથયાત્રાનું ભવ્ય આયોજન કરેલ જેમાં શાળાના તમામ બાળકોએ ભાગ લીધો હતો ભગવાન જગન્નાથની રથયાત્રા શાળાના સંપૂર્ણ કમ્પાઉન્ડમાં ફેરવવામાં આવી હતી અને ત્યારબાદ તમામ બાળકોએ ભગવાન જગન્નાથજી, બલરામ જી અને સુભદ્રાજીના દર્શનનો લહાવો લીધો હતો.








