MALIYA (Miyana):માળિયા (મિયાણા) સ્થિત દેવ સોલ્ટ પ્રા. લી. દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજ્જવણી કરાઈ
MALIYA (Miyana):માળિયા (મિયાણા) સ્થિત દેવ સોલ્ટ પ્રા. લી. દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજ્જવણી કરાઈ
(મોહસીન શેખ દ્વારા મોરબી)દર વર્ષની જેમ આ વર્ષે પણ દેવ સોલ્ટ પ્રા. લી. દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજ્જવણી રંગે ચંગે કરાઈ.આ ઉજ્જવણી દરમિયાન કંપનીનો તમામ સ્ટાફ હાજર રહ્યો હતો અને ઉત્સાહ પૂર્વક કંપનીના વિવધ સ્થળો પર વૃક્ષારોપણમાં ભાગ લીધો હતો અને ૫૦ વૃક્ષો વાવેતર કરયુ હતું.
આ કાર્યક્રમ દરમિયાન કંપનીના જનરલ મેનેજર દિલીપસિંહ જાડેજા અને ડી.જી.એમ કોમરસીય્લ ટોમી એન્ટની સ્ટાફનો ઉત્સાહ વધારવા હાજર રહયા હતા.
આ સંપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવા માટે કંપનીના એનવાયરોમેન્ટ હેલ્થ અને સેફટી મેનેજર કુલદીપ ગઢવી એ જેહમત ઉઠાવી હતી. આ કાર્યક્રમ દરમિયાન તેઓ દ્વારા એક સુવાક્ય કેહવામાં આવ્યું હતું “ આપણા પર્યાવરણની જાળવણી એ ઉદારવાદી અથવા રૂઢીચુસ્ત પડકાર નથી, તે સામાન્ય જ્ઞાન છે.”