MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana:માળિયાના નવી નવલખીમાં જૂની અદાવતમાં ઘરમાં તોડફોડ અને આગજની: ૭ સામે ગુનો દાખલ

 

MALIYA (Miyana:માળિયાના નવી નવલખીમાં જૂની અદાવતમાં ઘરમાં તોડફોડ અને આગજની: ૭ સામે ગુનો દાખલ

 

માળિયા મીયાણા તાલુકાના નવી નવલખી ગામમાં જૂની અદાવતનો ખાર રાખીને એક પરિવારના બંધ મકાનમાં ઘૂસી, તોડફોડ કરી તેમજ ઘરવખરીના સામાનને આગ ચાંપી અંદાજે રૂા. ૧.૫૦ લાખનું નુકસાન પહોંચાડ્યું હોવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ માળિયા મીયાણા પોલીસ મથકે નોંધાઈ છે.

મળતી વિગતો મુજબ, મૂળ માળિયાના નવી નવલખી ગામના વતની અને હાલ જામનગરના માધાપર વિસ્તારમાં રહેતા બાનુબેન અભરામભાઈ સાઈચા (ઉ.વ. ૪૫) એ માળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ગત તારીખ ૧૧/૦૫/૨૦૨૬ના રોજ નવી નવલખી ગામમાં અબ્બાસ અબ્દુલભાઈ સોતા નામના વ્યક્તિની હત્યા થઈ હતી. આ હત્યાના ગુનામાં ફરિયાદી બાનુબેનનો દીકરો હુશેન અભરામભાઈ સાઇચા પણ સંડોવાયેલો હતો. આ બાબતનું મનદુઃખ રાખીને મૃતક અબ્બાસના સગા-સંબંધીઓએ આ કૃત્ય આચર્યું હતું.

હત્યાની જૂની અદાવતનો ખાર રાખીને આરોપીઓએ ફરિયાદીના નવી નવલખી ગામમાં આવેલા બંધ મકાનમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો હતો. આરોપીઓએ ઘરમાં ઘૂસીને ભારે તોડફોડ કરી હતી અને અંદાજે રૂા. ૧,૫૦,૦૦૦/- ની કિંમતનો ઘરવખરીનો સામાન ઘરની અંદર તેમજ બહાર કાઢીને સળગાવી દીધો હતો. આ ઉપરાંત પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી.

બાનુબેનની ફરિયાદના આધારે માળિયા મીયાણા પોલીસે નીચે મુજબના ૭ આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે:૧. ઇબ્રાહીમ હારૂનભાઇ સોતા (રહે. નવી નવલખી) ૨. ઈશાક કરીમભાઈ પઠાણ (રહે. નવી નવલખી) ૩. શકીનાબેન અબ્બાસભાઈ સોતા (રહે. નવી નવલખી) ૪. સલમાબેન હશનભાઇ સોતા (રહે. નવી નવલખી) ૫. ફરીદાબેન સુલતાનભાઇ સોતા (રહે. નવી નવલખી) ૬. શેરબાનુ ઇમરાનભાઈ સોતા (રહે. નવી નવલખી)૭. રીહાના ઇબ્રાહીમભાઈ સોતા (રહે. વવાણીયા) પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપીઓની અટકાયત કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!