AHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

અમદાવાદ ખાતે પુસ્તક “મનગમતી વાતોની મિજબાની”નું વિમોચન થયું.

સુરેન્દ્રનગર જીલ્લામાં આવેલ ધ્રાંગધ્રા તાલુકાના ભેચડા ગામના યુવાન નવોદિત લેખક મિત પટેલનું ૨૬ જાન્યુઆરી, ૨૦૨૫ ના રોજ SPCT સંકુલ અમદાવાદ ખાતે દ્વિતીય પુસ્તકનું ” મનગમતી વાતોની મિજબાની” વિમોચન થયું. જેમાં SPCT સંકુલના પ્રમુખ શ્રી ધનજીભાઈ સુરાણી, ઉપપ્રમુખ રમણીકભાઈ કૈલા એવમ સમાજ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વરિષ્ઠ પત્રકાર એવમ્ ખ્યાતનામ લેખક આદરણીય પદ્મશ્રી દેવેન્દ્રભાઈ પટેલ અને કટાર લેખક, પ્રેરક વક્તા શ્રી જયભાઈ વસાવડાએ પુસ્તકનો શુભેચ્છા સંદેશ લખી આપેલ છે.

પુસ્તકમાં વીસ જેટલા વિષયોને આવરવામાં આવ્યા છે. દરેક લેખ વાંચકમાં એક નવો રોમાંચ પ્રસરાવશે. આજના યુવાનોને અનુલક્ષીને ડીલ વિથ ડિપ્રેશન, ભારોભાર ભણતરમાં ભાર વિનાનું ભણતર..?, સમયની પ્રતીક્ષા… જેવા વિષયોને ન્યાય આપવાનો પૂરતો પ્રયાસ કર્યો છે. કેટલાક લેખોના મથાળા વાંચીને તમને નવાઈ પણ લાગશે પરંતુ તેને સમજવા માટે તો તમારે તે લેખ સોંસરા નીકળવું જ રહ્યું! આપણી આસપાસના વિષયોને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. વાંચક શબ્દોના ભાવ સાથે ઝડપથી જોડાઈને તેમાં તરબોળ બની જાય એવું અદ્ભુત પુસ્તક છે.

Back to top button
error: Content is protected !!