MALIYA (Miyana):માળિયાના બગસરા ગામે પવનચક્કીમાંથી કોપર વાયરની ચોરી કરનાર ચાર ઈસમો ઝડપાયો
માળિયાના બગસરા ગામે પવનચક્કીમાંથી કોપર વાયરની ચોરી કરનાર ચાર ઈસમો ઝડપાયો
માળિયાના બગસરા ગામની સીમમાં પવન ચક્કીના કોપર વાયરની ચોરી થઇ હોવાની ફરિયાદ માળિયા પોલીસમાં નોંધાયા બાદ તપાસ દરમિયાન ચાર શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
માળીયાના વવાણીયા ગામે રહેતા મેઘુભા ભાણજીભાઈ પરમાર એ માળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેની સુજલોન કંપનીની પવનચક્કી નંબર વી એમ ૭૫ નું કોઈ અજાણ્યો ઇસમ તાળું તોડી પવનચક્કીના કોપર કેબલ વાયર કુલ ૬૭૦ મીટર કીમત રૂ.૩૫૦૦૦ ની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી.જે ફરિયાદની તપાસ દરમિયાન માળીયાના ત્રણ રસ્તા ખાતે વાહન ચેકિંગ દરમિયાન બે ડબલ સવારી મોટર સાઈકલમાં ચાર ઇસમો ત્રણ બાચકા સાથે શંકાસ્પદ હાલતમાં મળી આવતા તેમાં જોતા કોપર વાયરના ઘુચળા જોવામાં આવતા ચોરીમાં ગયેલ મુદામાલ આશરે ૩૨૦ કિંલો કોપર વાયર કીમત રૂ.૧,૬૦,૦૦૦ તથા ચોરીમાં ઉપયોગમાં લીધેલ મોટર સાઈકલ નંગ ૨ કીમત રૂ.૫૦,૦૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૨,૧૦,૦૦૦ કબજે કરી આરોપી લાલજીભાઈ બાબુભાઈ મેજરા, સંજય વશરામભાઈ મેજરા, કિશનભાઈ નાગજીભાઈ મેજરા અને પંકજભાઈ ચકુભાઈ મેજરાને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.