MALIYA (Miyana):માળીયા (મીં) ત્રણ રસ્તા નજીકથી સ્કોર્પિયો ગાડીમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો
MALIYA (Miyana):માળીયા (મીં) ત્રણ રસ્તા નજીકથી સ્કોર્પિયો ગાડીમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો
માળીયા મીયાણા ત્રણ રસ્તા રોડ પરથી સ્કોર્પિયો ગાડીમાંથી દેશી દારૂ ૫૬૦ લીટર કિં રૂ. ૧,૧૨,૦૦૦ તથા સ્કોર્પિયો ગાડી મળી કુલ કિં રૂ.૬,૧૨,૦૦૦ નો મુદામાલ માળિયા મીયાણા પોલીસે ઝડપી પાડયો છે.
માળીયામાં પોલીસ સ્ટાફ નાઇટ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન માળીયા (મીં) ત્રણ રસ્તા રોડ પર પોલીસ સ્ટાફ વાહન ચેકીંગમા હોય તે દરમ્યાન બાતમીના આધારે મહીન્દ્રા કંપનીની સ્કોર્પીયો કાર રજીસ્ટર નં. GJ-36-AR-7027 વાળી શંકાસ્પદ હાલતમાં નીકળતા જેને રોકવાનો પ્રયાસ કરતા કાર ચાલક ભાગવાની કોશીષ કરતા કારનો પીછો કરી રોકી ચેક કરતા ગાડીમાથી દેશીદારૂ લીટર-૫૬૦ લીટર કિં.રૂ.૧,૧૨,૦૦૦/- તથા સ્કોર્પીયો કાર રજીસ્ટર નં. GJ-36-AR-7027 કિં.રૂ. ૫,૦૦,૦૦૦/- મળી કુલ કી.રૂ. ૬,૧૨,૦૦૦/-નો મુદામાલ પકડી પાડી કાર ચાલક નાસી છુટતા તેને ફરાર દર્શાવી આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન હેઠળ ગુન્હા રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.