GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ખાતે પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા વેપારીઓ સામે નગરપાલિકા તંત્રએ કરી દંડનીય કાર્યવાહી.

 

તારીખ ૨૧/૦૧/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ શહેર ખાતે પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા અને સ્વચ્છતા ન જાળવતા વેપારીઓ સામે નગરપાલિકા તંત્રએ કરી દંડનીય કાર્યવાહી કરતાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.કાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર મિલાપભાઇ પટેલ ના માર્ગદર્શન હેઠળ આજે મંગળવારે કાલોલ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેકટર મયુરભાઈ ગોહેલ સાથે ધ્રુવલભાઈ સેવક સીટી મેનેજર SWM સહિત આરોગ્ય વિભાગ તેમજ સાફ-સફાઈ વિભાગની ટીમ સહિતના નગરપાલિકાના તંત્રના કર્મચારીઓની ટીમે કાલોલ શહેર ના શાક માર્કેટ સહિતના મુખ્ય બજારો અને અલગ અલગ વિસ્તારોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ કરતા લોકો સામે લાલ આંખ કરી સ્વચ્છતા અને સિંગલ યુઝ પ્લાસ્ટિક અંતર્ગત તપાસ હાથ ધરી હતી જેમાં અનાજ કરિયાણા સહિત વિવિધ ખાણીપીણી તેમજ વિવિધ ચીજ વસ્તુઓનું વેચાણ કરતા દુકાનદારો તેમજ શાકભાજી અને ફળફળાદીનો ધંધો કરતા લારી ગલ્લા અને પથારાવાળાના સ્થળોએ ચેકિંગ હાથ ધરતા પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ કરતા વેપારીઓની દુકાનો લારી ગલ્લા અને પથારાઓમાંથી ઓછા માઇક્રોનનો પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો હતો જેને લઈને નગરપાલિકાના કર્મચારીઓએ ૪૫૦ કીલો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો મુદ્દામાલ કબજે કરી ૧૩,૦૦૦ જેટલા દંડની પાવતીઓ આપી દંડનીય કાર્યવાહી વેપારીઓ સામે કરી હતી અને હવેથી જો પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવશે અને ધંધાના સ્થળોએથી પ્રતિબંધિત પ્લાસ્ટિક મળી આવશે તો કડક કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી આપી હતી.

 

Back to top button
error: Content is protected !!