માળીયા મીયાણા તાલુકાના ખીરઈ ગામે મોરબી એલસીબી તથા માળીયા મીયાણા પોલીસ દ્વારા અલગ અલગ રેડમા બે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપી પાડી હતી.
પ્રથમ રેડમા મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડ સ્ટાફને સયુંકતમાં ખાનગીરાહે બાતમી મળેલ કે અનવર ઉર્ફે અનુ હશનભાઇ ભટ્ટી હાલ રહે.ખીરઇગામ તા.માળીયા(મિં) જી.મોરબી મુળ રહે.સુરેન્દ્રનગરવાળો ખીરઇગામની સીમમાં ખારી તલાવડી તરીકે ઓળખાતી તલાવડીના કાંઠે જાહેરમાં દેશીદારૂ બનાવવાનો આથો ગાળી ભઠ્ઠી ચલાવી દેશી પીવાનો દારૂ બનાવે છે તેવી બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા દેશીદારૂ બનાવવાનો આથો લીટર-૪૦૦૦ કિ.રૂ.૧,૦૦,૦૦૦/- તથા દેશીદારૂ લીટર- ૧૦૫ કિ.રૂ.૨૧,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૨૧,૦૦૦/- નો મુદામાલ ઝડપી પાડી આરોપી અનવર ઉર્ફે અનુ હશનભાઇ ભટ્ટી હાલ રહે.ખીરઇ ગામ તા.માળીયા (મિ)જી.મોરબી મુળ રહે. સુરેન્દ્રનગરવાળા વિરૂધ્ધ માળીયા(મીં) પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
બીજી રેડમા માળીયા( મીં.)તાલુકાના ખીરઇ ગામના પાણીના સંપની પાછળ આવેલ તલાવડીના કાંઠેઆરોપી યુસુફભાઇ ઉર્ફે ભાણો અલ્લારખાભાઇ સંધવાણી રહે.ખીરઇ વાળાની દેશીદારૂ ઉતારવાની ભઠ્ઠી ચાલુ હોય તેવી બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા દેશીદારૂ લીટર ૨૬૦ તથા દેશી દારૂ બનાવવાનો આથો લીટર ૨૨૦૦ તથા ભઠ્ઠીને લગત ચીજવસ્તુ મળી પ્રોહીબીશનની સફળ રેઇડ કરી કુલ મુદામાલ કિં.રૂ. ૧,૦૨,૬૫૦/- ના જથ્થો ઝડપી પાડી રેઇડ દરમ્યાન આરોપી હાજર નહિ મળી આવેલ જેથી ઇસમ વિરૂધ્ધ પ્રોહીબીશન હેઠળ ગુન્હા રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
«
Prev
1
/
93
Next
»
‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ ,“જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો રહેવાસીઓએ વિસ્તારમાં લગાવ્યા