MORBI:મોરબીમાં મોહરમ દરમ્યાન છબીલ તથા ન્યાજમાં તકેદારી રાખવા અપાયું સૂચન

MORBI:મોરબીમાં મોહરમ દરમ્યાન છબીલ તથા ન્યાજમાં તકેદારી રાખવા અપાયું સૂચન
(રીપોર્ટર મોહસીન શેખ દ્વારા મોરબી)
મોરબીના તમામ સુન્ની મુસ્લિમ ભાઈઓ ને જાણ કરવામાં આવે છે મોહરમ મહિનો શરૂ થઈ ચૂક્યો છે ત્યારે ઇમામ હુસેન કરબલા ની યાદ માં ઠેક ઠેકાણે છબીલ તથા ન્યાજ (પ્રસાદ) નું આયોજન કરવામાં આવે છે એટલે કે પ્રશાસન તરફથી આ વર્ષે સૌરાષ્ટ્રમાં કોલેરા જેવી બીમારીઓ ફેલાય નહીં તેના માટે બરફનો ઉપયોગ કરવાની મનાઈ કરી છે તમામ ઇમામે હુસેનના દિવાના ને ન્યાજ કરવા વાળા બરફને દૂધ કોલ્ડ્રીંક તથા સરબત ઠંડુ કરવા માટે બરફ અંદર નો નાખો બહાર બરફ રાખીને ઠંડુ કરવું અને સાફ સફાઈ પણ સરખી રાખવી અને તમામ છબીલ કરવા વાળા પ્રશાસન તરફથી મંડપ લગાવવાની મંજૂરી મામલતદાર કચેરી થી મેળવી લેવી અને રોડ રસ્તા ઉપર ટ્રાફિકને નડતર રૂપ ન થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું તેવું મોરબી શહેર ખતિબ સૈયદ અબ્દુલ રસીદમીયા બાપુ હાજી મદનીમીયા બાપુ કાદરી ઉલ જીલ્લાની એ એક અખબાર યાદીમાં જણાવેલ છે







