MALIYA (Miyana):માળીયાના વેણાસર ગામેથી વિદેશી દારૂની બોટલ સાથે એક શખ્સ ઝડપાયો
MALIYA (Miyana):માળીયાના વેણાસર ગામેથી વિદેશી દારૂની બોટલ સાથે એક શખ્સ ઝડપાયો
માળીયા મીયાણા તાલુકાના વેણાસર ગામે મેલડી માતાજીના મંદિર પાસે નવા પ્લોટની બાજુમાં આવેલ વાડામાં આવેલ ઉકરડામાંથી વિદેશી દારૂની બોટલ ૨૨ કિં રૂ.૨૪,૨૦૦ નાં મુદામાલ સાથે એક ઈસમને માળિયા પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન માળીયા મીયાણા તાલુકાના વેણાસર ગામે મેલડી માતાજીના મંદિર પાસે નવા પ્લોટની બાજુમાં આવેલ વાડામાં આવેલ ઉકરડામાંથી વિદેશી દારૂની બોટલ ૨૨ કિં રૂ.૨૪,૨૦૦ નાં મુદામાલ સાથે આરોપી હીરાભાઇ રમેશભાઈ લોલાડીયા (ઉ.વ.૨૫) રહે. વેણાસર ગામવાળાને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ છગનભાઇ હિન્દુભાઈ વરૂ રહે. વેણાસર ગામ તા. માળીયાવાળાને ફરાર દર્શાવી બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.