વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
પ્રાપ્ત વિગતો અનુસાર નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી નિમિત્તે ડાંગ જિલ્લા પોલીસે “સુરક્ષા સેતુ” બેનર હેઠળ વિવિધ રમત-ગમત સ્પર્ધાઓનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતુ.મેજર ધ્યાનચંદની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી આ સ્પર્ધાઓનો મુખ્ય હેતુ રમત-ગમતને પ્રોત્સાહન આપવા અને યુવાનોમાં શારીરિક તંદુરસ્તી વધારવાનો હતો.આ આયોજન ‘ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ’ અને ‘રમશે ગુજરાત, જીતશે ગુજરાત’ જેવા રાષ્ટ્રીય તથા રાજ્યકક્ષાના અભિયાનો સાથે સુસંગત હતુ.ડાંગ જિલ્લા પોલીસ વડા પૂજા યાદવની સૂચના મુજબ, આહવા ખાતે તારીખ 02/09/2025નાં રોજ બેડમિન્ટન ટુર્નામેન્ટની ફાઈનલ મેચનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ‘બિરસા મુંડા બેડમિન્ટન કપ’ નામથી યોજાયેલા આ રમત મહોત્સવમાં કુલ 60 ખેલાડીઓએ ભાગ લીધો હતો.ત્યારે
ઓપન સિંગલ્સમાં નિતુસિંહ ગૌતમે પ્રથમ, મમતા એસ. ચૌધરીએ દ્વિતીય અને પાર્થ એન. પટેલે તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો.તેમજ ઓપન ડબલ્સમાં નિતુસિંહ ગૌતમ અને સિદ્ધાર્થભાઈ જોષી પ્રથમ, મયુરભાઈ ગામીત અને જયરામભાઈ બાગુલે દ્વિતીય,પાર્થ એન.પટેલ અને મમતા એન. ચૌધરીએ
<span;>તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો.અને ફોર્ટી પ્લસ (ઉંમર 40થી વધુ) સિંગલ્સમાં શૈલેષભાઈ કે. ગાવિતે પ્રથમ,અશોકભાઈ પુલીન્નાએ દ્વિતીય,વી.કે.ગઢવી એ તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો.અને ફોર્ટી પ્લસ ડબલ્સમાં રણજીતભાઈ મોહંતી અને અશોકભાઈ પુલીન્ના પ્રથમ,પ્રજેશભાઈ ટંડેલ અને શૈલેષભાઈ કે. ગાવિતે પ્રથમ,વી.કે. ગઢવી અને સુરેશભાઈ ધૂમ એ તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો.ટુર્નામેન્ટમાં ગર્લ્સ કેટેગરીમાં એન્ટ્રી ન હોવા છતા કુ. મમતા એસ. ચૌધરીએ બોયઝ કેટેગરીમાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં તેમણે ઓપન સિંગલ્સમાં બીજો અને ડબલ્સમાં ત્રીજો ક્રમ મેળવીને નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું.ફાઇનલ મેચ દરમિયાન પોલીસ અધિક્ષક પૂજા યાદવ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે વઘઇ પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે. ગઢવી, પ્રજેશભાઈ ટંડેલ, સુરેશભાઈ ધૂમ, જયરામભાઈ બાગુલ અને રણજીતભાઈ મોહંતીએ સખત મહેનત કરી હતી.