MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana):માળીયાના વવાણીયા ગામે વાડાની ઓરડીમાં વિદેશી દારૂની બોટલો સાથે એક ઈસમ ઝડપાયો

 

MALIYA (Miyana):માળીયાના વવાણીયા ગામે વાડાની ઓરડીમાં વિદેશી દારૂની બોટલો સાથે એક ઈસમ ઝડપાયો

 

 

માળીયા (મીં) તાલુકાના વવાણીયા ગામેથી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૮૦ કિ.રૂ. ૨,૫૨, ૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨,૬૨,૦૦૦/- ના મુદામાલ સાથે એક ઇસમને માળીયા મી. પોલીસે ઝડપી પાડયો છે.


માળીયા મીંયાણા પોલીસ સ્ટાફને ખાનગી રાહે બાતમી મળેલ કે વવાણીયા ગામના રહિશ કિશનભાઇ આયદાનભાઇ બોરીચાએ પોતાના કબ્જા ભોગવટાવાળા વાડાની ઓરડીમાં ગેરકાયદેસર રીતે ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખેલ છે તેવી ચોક્કસ બાતમી મળેલ જે બાતમીના આધારે રેડ કરતા આરોપીના કબ્જા ભોગવટામાંથી વિદેશી દારૂની બોટલ નંગ – ૧૮૦ ૨,૫૨, ૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨,૬૨,૦૦૦/- ના મુદામાલ સાથે આરોપી કિશનભાઇ આયદાનભાઇ બોરીચા રહે. મોરબીવાળાને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ શક્તિભાઈ બોરીચા રહે.‌ મોરબીવાળાનુ નામ ખુલતા પોલીસે બંને વિરૂદ્ધ પ્રોહિ ધારા તળે માળીયા મી.પો.સ્ટે ખાતે ગુન્હો રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરે લ છે.

Back to top button
error: Content is protected !!