BHUJGUJARATKUTCH

ભુજ મુન્દ્રા રોડના બરાયા બ્રીજ બાદ બાબીયા બ્રીજ ઉપર વાહનચાલકોની સલામતી માટે હાઈટ બેરિયર લગાવવાની કામગીરી પૂર્ણ

બાબીયા બ્રીજને હાઈટ બેરિયરથી ભારે વાહનો માટે સંપૂર્ણ રીતે બંધ કરાયો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી -બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.

ભુજ,તા-૧૭ જુલાઈ : રાજ્ય સરકાર ની સૂચના અન્વયે સમગ્ર રાજ્યમાં બ્રીજ અને પુલના ઈન્સ્પેક્શનની કામગીરી કરવામાં આવી રહી છે. કચ્છ જિલ્લામાં મુન્દ્રા તાલુકામાં બરાયા અને બાબીયા બ્રીજને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડીને ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યા છે. જોકે, માર્ગ અને મકાન વિભાગ દ્વારા વાહનચાલકોની સલામતીને ધ્યાને લઈને આ બંને બ્રીજ ઉપર હાઈટ બેરિયર લગાવવામાં આવ્યા છે. પ્રથમ તબક્કામાં બરાયા બ્રીજ અને હાલમાં બાબીયા બ્રીજ ઉપર હાઈટ બેરિયર ઈન્સ્ટોલ કરવાની કામગીરી પૂર્ણ કરાઈ છે. આ ઉપરાંત, માર્ગ અને મકાન વિભાગ દ્વારા ચેતવણી દર્શાવતા વિવિધ સાઈન બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. ભારે વરસાદની પરિસ્થિતિ બાદ ક્ષતિગ્રસ્ત થયેલા રોડ રસ્તાઓના રીપેરીંગની કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, કોઈપણ ભયજનક બ્રીજ કે જાહેરનામાથી પ્રતિબંધિત બ્રીજ ઉપરથી ભારે વાહનો પસાર થાય નહીં તે માટે વિવિધ સલામતીના પગલાઓ માર્ગ અને મકાન વિભાગ દ્વારા વાહનચાલકોના હિતમાં લેવામાં આવી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!