MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana:માળીયા (મી.)કચ્છ નેશનલ હાઈવે રોડ પર ટ્રક પાછળ એસટી બસ ઘુસી જતા ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત

MALIYA (Miyana:માળીયા (મી.)કચ્છ નેશનલ હાઈવે રોડ પર ટ્રક પાછળ એસટી બસ ઘુસી જતા ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત

 

 

કચ્છ મોરબી નેશનલ હાઇવે રોડ ઉપર દેવ સોલ્ટ નામના મીઠાના કારખાના નજીક રોડ પર ટ્રક ઉભી રાખેલ હોય જેની પાછળ એસટી બસ ભટકાઇ જતા ડ્રાઈવર, કંડકટર તથા એક પેસેન્જર સહિત ત્રણ વ્યકિત ઇજાગ્રસ્ત થયા હોવાથી આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ માળિયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.


મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જીલ્લાના વઢવાણમાં ૪૧-એ મારૂતીક્રુપા, નવા દરવાજા બહાર શીવકુંજ સોસાયટીમાં રહેતા અને એસટી ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા જયેશ કુમાર રામજીભાઈ સીંધવ (ઉ.વ.૪૨) એ આરોપી ટ્રક રજીસ્ટર નંબર -જીજે-૧૨-બીએક્ષ-૩૮૪૩ ના ચાલક વિરુદ્ધ માળિયા મીયાણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ પોતાના હવાલાવાળો ટ્રક રજી નંબર જી.જે ૧૨ બી-એક્ષ -૩૮૪૩ રોડ ઉપર આવતા જતા વાહનને અડચણ રૂપ બીજાની જીદગી જોખમાય તે રીતે કોઇ પણ જાતના સિગ્નલ કે અવરોધ રાખ્યા વગર રોડ ઉપર ઉભી રાખેલ હોય તેની પાછળ ફરીયાદીના હવાલા વાળી એસ.ટી બસ રજીસ્ટર નં- જીજે-૧૮- ઝેડટી-૦૧૭૫ વાળી તેની પાછળ ભટકાઇ જતા ફરીયાદીને તથા સાથેના કંડકટર ભગીરથસિંહને તથા અન્ય એક પેસેન્જર મોહબતસિંહ જાડેજાને નાની –મોટી ઈજા પહોંચી હોવાથી આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Back to top button
error: Content is protected !!