MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO
MALIYA (Miyana:માળીયા (મી.) વિસ્તારના વર્ષામેડી ફાટક નજીકથી જામગરી બંદુક સાથે એક ઈસમ ઝડપાયો
MALIYA (Miyana:માળીયા (મી.) વિસ્તારના વર્ષામેડી ફાટક નજીકથી જામગરી બંદુક સાથે એક ઈસમ ઝડપાયો
માળીયા મીંયાણા વિસ્તારના વર્ષામેડી ફાટક થી બોડકી જવાના રસ્તા પાસેથી એક ઇસમને હાથ બનાવટી જામગરી (અગ્ની શસ્ત્ર) બંદુક સાથે માળીયા મીયાણા પોલીસે ઝડપી પાડયો છે.
માળીયા મીયાણા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રલીંગમા હતા તે દરમ્યાન પોલીસને સંયુક્ત રાહે ખાનગી બાતમી મળેલ કે, માળીયા મીંયાણા વિસ્તારના વર્ષામેડી ફાટક થી બોડકી જવાના રોડ પર વવાણીયા ગામના રહીશ ચકુભાઇ ભાણાભાઇ મકવાણા (કોળી) શંકાસ્પદ રીતે આટાફેરા કરતો હોઇ જેથી આરોપીની ઝડતી કરતા તેની પાસેથી એક દેશી હાથ બનાવટની જામગરી બંદુક મળી આવેલ જે હથીયાર નંગ-૧ કિ.રૂ.૨૦૦૦/-ના સાથે મળી આવતા આરોપી વિરૂદ્ધ માળીયા મીંયાણા પોલીસ સ્ટેશન ખાતે હથિયાધારા તળે ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.