GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN
સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના મ્યુનિસિપલ કમિશનરએ મહેતા માર્કેટની મુલાકાત લીધી

તા.11/09/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર ડો. નવનાથ ગવ્હાણેએ શહેરની મહેતા માર્કેટની મુલાકાત લીધી હતી આ દરમિયાન તેમણે મહેતા માર્કેટના વેપારીઓ સાથે બેઠક યોજી અને તેમના ધંધા-રોજગારને લગતી મુશ્કેલીઓ તથા પ્રાથમિક સુવિધાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી આ પ્રસંગે મહેતા માર્કેટના વેપારી સંગઠનો દ્વારા મ્યુનિસિપલ કમિશનરનું પુષ્પગુચ્છ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર ડો. નવનાથ ગવ્હાણે વેપારીઓને ડોર ટૂ ડોર વાહનમા જ કચરો નાખવા અને માર્કેટમાં સ્વચ્છતા જાળવવા માટે અપીલ કરી હતી સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરના વેપારીઓની સમસ્યાઓના નિરાકરણ અને સુવિધાઓના વિકાસ માટે કટિબદ્ધ છે તેમ પણ જણાવ્યું હતું.




