MALIYA (Miyana): માળીયા (મી.) વવાણીયા ગામ નજીક શિકાર કરવા ગયેલ એક વ્યક્તિને ગોળી વાગતાં મોત
MALIYA (Miyana): માળીયા (મી.) વવાણીયા ગામ નજીક શિકાર કરવા ગયેલ એક વ્યક્તિને ગોળી વાગતાં મોત
માળીયા મિયાણાના વવાણીયા નજીક એક વ્યક્તિનું બંદૂકની ગોળી વાગવાથી મોત થતા મૃતદેહને પી એમ ખસેડવામાં આવ્યો હોય અને માળિયા પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે તો પ્રાથમિક તપાસ દરમિયાન શિકાર કરવા જતાં સમયે બાઈક સ્લીપ થતા અકસ્માતે ગોળી છૂટતા યુવાનનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે.
માળીયા મિયાણાના વવાણીયા નજીક ગત રાત્રીના સમયે બંદૂકની ગોળી લાગતા વસીમભાઈ ગુલમામદભાઈ પીલુડિયા ઉ.વ.૩૮ નામના યુવાનનું મૃત્યુ નિપજતા મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડી ખસેડવામાં આવ્યો હતો તો બનાવ અંગે માળિયા પોલીસને જાણ કરવામાં આવતા તુરંત દોડી આવીને તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક અને અન્ય લોકો શિકાર કરવા માટે જતા હતા ત્યારે બાઈક સ્લીપ થવાથી બંદૂકમાંથી ફાયરિંગ થતા વસીમનું મૃત્યુ નીપજ્યું હોવાની માહિતી મળી હતી જોઈ કે કેટલા લોકો શિકાર કરવા માટે ગયા હતા અને કેવી રીતે અકસ્માત થયો તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે તો પ્રાથમિક તપાસ હાલ માળિયા પોલીસ મથકના કલ્પેશભાઈ પટેલ ચલાવી રહ્યા છે