GUJARATJETPURRAJKOT CITY / TALUKO

Jetpur: જેતપુરમાં વીજ શોક લાગતા મહિલાનું મોત

તા.૧/૯/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot, Jetpur:જેતપુરના જનતાનગરમાં રહેતી મહિલાને પાણીની મોટર ચાલુ કરતી વેળાએ વીજ કરંટ લાગતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

બનાવની વિગતો મુજબ શહેરના જનતાનગરમાં આજે વહેલી સવારે મૂળ.દેરડી કુંભાજીમાં રહેતા અને હાલ જેતપુરમાં પુત્રની ઘરે કમકાંજ માટે આવેલ જ્યોત્સનાબેન રણછોડભાઈ બાંભણિયા ઉ.વ.51 ને ઘરે સવારે પાણી આવતા મોટર ચાલુ કરતી વેળાએ વીજ શોક લાગ્યો હતો.વીજશોક લાગતાની સાથે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી. હોસ્પિટલ પર હાજર પરના ડોક્ટરે મૃત જાહેર કરતા પરિવારમાં કાળો કલ્પાંત સર્જાયો હતો.જેતપુર સિટી પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી છે

Back to top button
error: Content is protected !!