MALIYA (Miyana) માળીયા (મી.) પંથકમાં મચ્છુ નદીના કાંઠે આવેલા કારખાનાઓ દ્વારા પ્રદુષિત પાણી છોડાતા મામલે – મહિલા શક્તિ સંગઠન દ્વારા કલેકટરને આવેદનપત્ર

MALIYA (Miyana) માળીયા (મી.) પંથકમાં મચ્છુ નદીના કાંઠે આવેલા કારખાનાઓ દ્વારા પ્રદુષિત પાણી છોડાતા મામલે – મહિલા શક્તિ સંગઠન દ્વારા કલેકટરને આવેદનપત્ર
મોરબી : માળિયા મિયાણા તાલુકાના મચ્છુ નદીના કાંઠે આવેલા ગામોમાં કારખાનાઓ દ્વારા પ્રદુષિત પાણી છોડવામાં આવતા હોવાના આક્ષેપ સાથે માળીયા મહિલા શક્તિ સંગઠન દ્વારા કલેકટર તંત્રને આવેદન આપવામાં આવ્યું હતું
માળીયા મહિલા શક્તિ સંગઠન દ્વારા આવેદનમાં જણાવાયુ હતું કે માળીયા તાલુકાનાં મચ્છુ નદીના કાંઠે આવેલા ગામો જેવા કે મેઘપર, દેરાલા, ધરમનગર જેવા નદી કાંઠાના ગામોમાં મચ્છુ નદીના કાંઠે અને તેની આસપાસ આવેલા કારખાનાઓ દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતા સિચાઈના પાણી ખેડૂતો વાપરી શકતા નથી.આ ઉપરાંત માળીયા મિયાણાના માછીમારો જ્યારે નદીમાં માછીમારી કરવા જાય છે ત્યારે તેમણે પણ ચામડીના રોગો થવાની ફરિયાદો મળી છે. ઢોર પણ નદીના પાણી પીવા જતા હોય તેમણે પણ આરોગ્યને નુકસાન થવાના દાખલા નોંધાઈ છે. માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી માંગ છે.






