MALIYA (Miyana) :માળિયા (મીં) પોલીસની મોટી કાર્યવાહી: ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસેથી ગાડીના ‘ચોરખાના’ માંથી વિદેશી દારૂ ઝડપાયો

MALIYA (Miyana) :માળિયા (મીં) પોલીસની મોટી કાર્યવાહી: ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસેથી ગાડીના ‘ચોરખાના’ માંથી વિદેશી દારૂ ઝડપાયો
મોરબી: સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને અનુલક્ષીને પોલીસ દ્વારા વધારવામાં આવેલા પેટ્રોલિંગ અને ચેકિંગ દરમિયાન માળિયા મીયાણા પોલીસને મોટી સફળતા મળી છે. કચ્છ-મોરબી હાઈવે પર આવેલી ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસેથી પોલીસે એક સેન્ટ્રો કારમાં છુપાવેલો લાખોનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી મુજબ, માળિયા મીયાણા પોલીસ સ્ટેશનનો સ્ટાફ જ્યારે ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસે સઘન વાહન ચેકિંગ કરી રહ્યો હતો, ત્યારે તેમને ખાનગી રાહે બાતમી મળી હતી કે કચ્છ તરફથી આવતી એક હ્યુન્ડાઈ સેન્ટ્રો કાર (GJ-01-HM-0110) માં દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે.
પોલીસે વોચ ગોઠવી શંકાસ્પદ કારને અટકાવી તેની તલાશી લેતા, પાછળની સીટમાં બનાવેલા ખાસ ચોરખાનામાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ ૯૬ બોટલો મળી આવી હતી.પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો છે વિદેશી દારૂની બોટલો (૯૬ નંગ): કિંમત ₹૧,૧૬,૪૦૦/-હ્યુન્ડાઈ સેન્ટ્રો ગાડી: કિંમત ₹૧,૦૦,૦૦૦/-કુલ મુદ્દામાલ: ₹૨,૧૬,૪૦૦/-
આરોપીની ધરપકડ આ ગુનામાં પોલીસે ઘનશ્યામભાઈ ડાયાભાઈ પરમાર (ઉં.વ. ૨૮), રહે. કીડીયાનગર, તા. રાપર, જી. કચ્છની સ્થળ પરથી ધરપકડ કરી છે. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.










