MALIYA (Miyana): માળીયા(મી.)પ્રોહીબીશન ગુનાના છેલ્લા દસ વર્ષથી નાસતા ફરતો આરોપી રાજસ્થાનથી ઝડપીલેતી મોરબી પોલીસ
MALIYA (Miyana): માળીયા(મી.)પ્રોહીબીશન ગુનાના છેલ્લા દસ વર્ષથી નાસતા ફરતો આરોપી રાજસ્થાનથી ઝડપીલેતી મોરબી પોલીસ
મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડ પોલીસ ટીમ દ્વારા પૂર્વ બાતમીને આધારે માળીયા(મી)પોલીસ મથકમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ આરોપી જે છેલ્લા દસેક વર્ષથી નાસતો ફરતો હોય તેને રાજસ્થાન રાજયના સીરોહી જીલ્લાના મંડાર વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. હાલ રાજસ્થાની આરોપીની અટક કરી માળીયા(મી) પોલીસ મથકમાં સોંપવા તજવીજ હાથ ધરી છે.
મોરબી જીલ્લા પોલીસની પેરોલ ફર્લો સ્ક્વોડ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ પ્રયત્નશીલ હતા. દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના આઈએસઆઈ વિક્રમસિંહ બોરાણા, જયવંતસિંહ ગોહીલ, હેડ કોન્સ.દશરથસિંહ ચાવડાને ખાનગીરાહે હકિકત મળેલ કે, માળીયા(મી) પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ આરોપી અર્જુનસિંહ દોલતસિંહ સોલંકી(રાજસ્થાનવાળો) છેલ્લા દસ વર્ષથી નાસતો ફરતો હોય જે હાલ રાજસ્થાનના સીરોહી જીલ્લાના રેવદર તાલુકા રાયપુર ગામે હોવાની ચોકકસ હકિકત મળતા જે હકિકત આધારે મંડાર પોલીસ મથક વિસ્તારમાં આવેલ રાયપુર ગામે તપાસ કરતા ઉપરોકત ગુનાના કામે નાસતો ફરતો આરોપી અર્જુનસિંહ દોલતસિંહ ઉતમસિંહ સોલંકી(રાજપુર) ઉવ. ૪૩ રહે. હાલ રાયપુર તા.રેવદર જી.સીરોહી (રાજસ્થાન) મુળ રહે. સેવાડા તા.રાણીવાડા જી. ઝાલોર (રાજસ્થાન) વાળો મળી આવતા તેને ઝડપી લઈ હસ્તગત કરી મજકૂર આરોપીને હસ્તગત કરી માળીયા(મી) પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી સબબ સોંપવા કામગીરી હાથ ધરી છે.