MALIYA (Miyana) માળિયા (મી.)વવાણીયા કન્યા શાળા માં બાળ સંસદની ચુંટણીનું આયોજન
MALIYA (Miyana) માળિયા (મી.)વવાણીયા કન્યા શાળા માં બાળ સંસદની ચુંટણીનું આયોજન

MALIYA (Miyana) માળિયા મીયાણા તાલુકાની શ્રી વવાણીયા કન્યા શાળા માં બાળ સંસદની ચુંટણીનું આયોજન કરવામાં આવેલ . જેમાં ધો. ૩ થી ૮ નાં કુલ ૧૯૫ જેટલા બાળ મતદારોએ ૧૦ ઉમેદવારો માટે પોતાનો અમૂલ્ય મત આપ્યો હતો. સમગ્ર પ્રક્રિયા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ થઈ હતી. જેમાં બાળ મતદાર એજન્ટ, બાળ પોલિંગ સ્ટાફ , પ્રિસાઇડિંગ ઓફિસર અને બાળ સુરક્ષા સ્ટાફ વગેરે સાથે સમગ્ર ચુંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી. અંતે મત ગણતરી પ્રક્રિયા પૂર્ણ કરી વર્ષ ૨૦૨૪ – ૨૫ માટે નવા બાળ મંત્રી મંડળની રચના પણ કરવામાં આવી. આ સમગ્ર પ્રક્રિયા દ્વારા બાળકોમાં મતદાન જાગૃતિ, એકતા, નેતૃત્વ , લીડર શીપ વગેરે જેવા મૂલ્યો વિકસાવવાનું ધ્યેય ઘણે ખરે અંશે સિદ્ધ થતું જોવા મળ્યું.

સમગ્ર પ્રક્રિયા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ હોય શાળાના આચાર્યશ્રી ઈશ્વરભાઈ સાવરિયા દ્વારા આ તકે તમામ શિક્ષક મિત્રો તથા વિદ્યાર્થીનીઓને શુભેચ્છા પાઠવવામાં આવેલ.






