GODHARAPANCHMAHAL

પંચમહાલ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં સરેરાશ ૭૨.૮૬ MM વરસાદ નોંધાયો*

 

પાનમ ડેમ ૯૦ ટકા ભરાતા સંભવિત ૫૦ હજાર ક્યુસેક પાણી છોડાશે, કાંઠાના ગામોને એલર્ટ રહેવા સૂચના

સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે ત્યારે પંચમહાલ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં સરેરાશ ૭૨.૮૬ M.M જેટલો વરસાદ નોંધાયો છે.જેમાં સૌથી વધારે શહેરા તાલુકામાં ૧૮૦ M.M જેટલો વરસાદ નોંધાયો છે.જિલ્લાના હડફ અને પાનમ ડેમ ૯૦ ટકા જેટલા ભરાતા કાંઠાના ગામોને એલર્ટ કરાયા છે.

નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી,પાનમ બંધ પેટા વિભાગ તાલુકો-શહેરાના કાર્યક્ષેત્રમાં આવેલ પાનમ બંધ, મુ.કોઠા, તા.શહેરામાં આજ તા. ૨૬ /૦૮ /૨૦૨૪ ના રોજ ૧૨.૧૫ કલાકે જળાશય પાણીની સપાટી ૧૨૬.૬૦ મીટર નોંધાયેલ છે. જે પાનમ જળાશયના કુલ જથ્થા ૫૭૮.૧૮૫ મી.ઘ.મી. સાપેક્ષે જળાશયનો જથ્થો ૫ર૩.૦૨૧ મી.ઘ.મી છે, અને કુલ જથ્થાનાં ૧૦૦% સાપેક્ષે ૯૦.૪૫.% જથ્થો ભરાયેલ છે. જે અન્વયે કેચમેંટ વિસ્તારમાં વધારે વરસાદ થતા જો ઇન્ફ્લેો વધશે તો સંભવિત ૧૩:૦૦ કલાકે પાનમ ડેમના દરવાજા ખોલી સંભવિત ૫૦,૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવશે.

પાનમ જળાશયની પૂર્ણ જળસપાટી (લેવલ) ૧૨૭.૪૧ મીટર છે. યોજનાના સ્ત્રાવ ક્ષેત્રમાં થતાં સારા વરસાદને લઇને જળાશયની સપાટી ક્રમશ: વધવા સંભવ છે.

જેને પગલે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના રામજીની નાળ, કોઠા, ઉન્ડારા,મોર,બલુજીના મુવાડા,અમળિયાત તથા મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના જોટંગિયા,નાનસલાઈ તથા રાજબારી સહિતના ગામડાઓમાં નદીના પટમાં ન જવા સૂચના અપાઇ છે.

Back to top button
error: Content is protected !!