GUJARATMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana)માળિયા ના તરઘડી ગ્રામપંચાયતના સરપંચ ના પતિ તેમજ સભ્ય લાંચ લેતા ઝડપાયા.

Maliya માળિયા ના તરઘડી ગ્રામપંચાયતના સરપંચ ના પતિ તેમજ સભ્ય લાંચ લેતા ઝડપાયા.

માળીયા તાલુકાના તરઘરી ગામે તરઘરી ગ્રામ પંચાયતની ખરાવાડ તથા ગ્રામ પંચાયતના ખરાબામાં પરદેશી બાવળ કાપી છુટક વેચાણ કરતા હોય જેથી તેમણે તરઘરી ગ્રામ પંચાયતની ખરાવાડ તથા ગ્રામ પંચાયતના ખરાબામાં રહેલા પરદેશી બાવળ કાપવા તરઘરી ગ્રામ પંચાયતના ચુટાયેલ સભ્ય આરોપી દામજીભાઇ પોપટભાઇ ગામીની પાસે પંચાયતની મંજુરી લઇ આપવા રજૂઆત કરી હતી. નિયમ મુજબ તરઘરી ગ્રામ પંચાયતના સરપંચ જ્યોતિબેનને આ અંગેની રજૂઆત કરવાને સ્થાને આરોપી દામજીભાઇએ સરપંચ જ્યોતિબેનના પતિ મુકેશભાઇ હમિરભાઇ પરમારનો ભેટો ફરિયાદી સાથે કરાવ્યો હતો.

આરોપી મુકેશભાઈએ ફરિયાદીને એવું જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયતનો તમામ વહિવટ પોતાના પત્ની વતી પોતેજ કરતા હોય તેઓની સાથે ફરીયાદીને મેળવી બન્ને આરોપીઓએ ફરીયાદી પાસેથી તરઘરીગ્રામ પંચાયતની ખરાવાડ તથા ગ્રામ પંચાયતના ખરાબામાં પરદેશી બાવળ કાપવાની ગ્રામ પંચાયતની મંજુરી આપવાના અવેજ પેટે રૂ.૮૦,૦૦૦ આપે તો જ ગ્રામ પંચાયતની મંજુરી આપવાનુ કહી ફરીયાદી પાસેથી રૂ.૮૦,૦૦૦ની લાંચની માંગણી કરી હતી.

જેથી સમગ્ર મામલે ફરિયાદીએ મોરબી એ.સી.બી. કચેરીનો સંપર્ક કર્યો હતો. એ.સી.બી. પોલીસ દ્વારા આજરોજ માળીયામાં બાલાજી ચેમ્બર અવધ ડીલક્ષ પાનની દુકાનની સામે પીપળીયા ચાર રસ્તા ખાતે લાંચનુ છટકુ ગોઠવ્યું હતું. જ્યાં બંને આરોપીઓ રૂબરૂ આવ્યા હતા અને રૂ.૮૦,૦૦૦ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા.

હાલ મોરબી એ.સી.બી. પોલીસની ટીમે બંને આરોપીઓને ડીટેઇન કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.આ કામગીરીમાં મોરબી એ.સી.બી. પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એમ.રાણા અને રાજકોટ એ.સી.બી.ના મદદનીશ નિયામક વી.કે.પંડ્યા સહિતના પોલીસકર્મીઓ જોડાયેલા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!