MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana):માળીયા(મી).વાગડીયા ઝાંપા પાસે થુંકવા બાબતે: યુવાન ઉપર ત્રણ શખ્સો છરી વડે હુમલો કર્યો 

માળીયા(મી).વાગડીયા ઝાંપા પાસે થુંકવા બાબતે: યુવાન ઉપર ત્રણ શખ્સો છરી વડે હુમલો કર્યો

 

 

માળીયા(મી)માં વાગડીયા ઝાંપા પાસે સામે થુંકવા બાબતે ટપારતા જે બાબતે સારું નહીં લાગતા સુરેન્દ્રનગર જીલ્લાના સરા ગામના રહેવાસી એવા યુવક ઉપર છરી વડે માળીયા(મી)ના ત્રણ શખ્સોએ હુમલો કરી યુવકને ગળાના ભાગે ગંભીર ઇજાઓ કરી..

મળતી માહિતી અનુસાર સુરેન્દ્રનગર જીલ્લાના સરા ગામે મદીના મસ્જિદની બાજુમાં રહેતા યુનુશભાઇ હબીબભાઇ કાજેડીયા ઉવ.૧૯ એ માળીયા(મી) પોલીસ સમક્ષ આરોપી ડાડો જેડા, ડાડો સંધવાણી તથા ઇરફાન સંધવાણી રહે.બધા માળીયા મી. વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈકાલ તા. ૧૬/૦૯ના રોજ માળીયા(મી) ગામે વાગડીયા ઝાંપા પાસે સીરાજભાઈની દુકાને આવેલ આરોપી ડાડો જેડાએ ફરિયાદી યુનુસભાઈ સામે થુંકતા જે બાબતે યુનુસભાઈએ આરોપીને ટોકતા ડાડા જેડાને સારું નહીં લાગતા તેને યુનુસભાઈને ગાળો આપી ઝઘડો શરૂ કર્યો હતો. બાદમાં ફોન કરી આરોપી ડાડો સંધવાણી અને આરોપી ઈરફાનને બોલાવ્યા હતા. ત્યારે બંને આરોપી મોટર સાયકલ લઈને ઉપરોક્ત સીરાજભાઈની દુકાને આવ્યા હતા. જ્યાં ઇરફાન સંધવાણીએ પોતાની પાસે રહેલ છરીથી ફરીયાદી યુનુસભાઈને ગળાના પાછળના ભાગે બે ઘા મારી ધોરી નસ કાપી નાખી જીવલેણ ઇજા કરી તથા ડાડો સંધવાણીએ ફરીયાદીને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે ઇજાગ્રસ્ત હાલતમાં યુનુસભાઈને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ માળીયા(મી) પોલીસે ત્રણેય આરોપીઓની અટકાયત કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!