MALIYA (Miyana:માળિયા મીયાણા નજીક ટ્રકે એસ.ટી. બસને પાછળથી ઠોકર મારી: અમરેલીના ડ્રાઈવરે નોંધાવી ફરિયાદ

MALIYA (Miyana:માળિયા મીયાણા નજીક ટ્રકે એસ.ટી. બસને પાછળથી ઠોકર મારી: અમરેલીના ડ્રાઈવરે નોંધાવી ફરિયાદ
માળિયા મીયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પુરઝડપે જઈ રહેલા એક ટ્રક ચાલકે આગળ ચાલતી એસ.ટી. બસને પાછળથી જોરદાર ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં એસ.ટી. બસને મોટું નુકસાન થયું છે, જેના પગલે બસના ડ્રાઈવરે ટ્રક ચાલક વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

ટ્રકની ટક્કર એટલી જોરદાર હતી કે એસ.ટી. બસ આગળ જઈ રહેલા અન્ય એક ટ્રક સાથે જઈને ભટકાઈ ગઈ હતી. આ ડબલ અકસ્માતને કારણે એસ.ટી. બસને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું અને મુસાફરોના જીવ પણ જોખમમાં મુકાયા હતા.
અકસ્માત બાદ એસ.ટી. ડ્રાઈવર સંતોષભાઈ પરમારે માળિયા મીયાણા પોલીસ સ્ટેશનમાં આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ માનવ જિંદગી જોખમાય તે રીતે બેદરકારીથી વાહન ચલાવવા અંગે ગુનો દાખલ કરાવ્યો છે. પોલીસે ફરિયાદના આધારે કાયદેસરની કલમો હેઠળ ગુનો નોંધીને ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






