GUJARATMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana):માળીયા (મી.)સ્વીફ્ટ કારની સર્વિસ કરાવવા ગયેલ યુવક ઉપર બે શખ્સોએ ઘોક -ઘારીયાથી હુમલો કર્યો

માળીયા (મી.)સ્વીફ્ટ કારની સર્વિસ કરાવવા ગયેલ યુવક ઉપર બે શખ્સોએ ઘોક -ઘારીયાથી હુમલો કર્યો

 

 

માળીયા (મીં) કચ્છ નેશનલ હાઇવે રોડ પર વીસાલા હોટલના ગ્રાઉન્ડમાં યુવક પોતાની સ્વીફ્ટ કાર સર્વીસ કરાવતો હોય તે દરમ્યાન કોઈપણ કારણ વગર બે શખ્સોએ ધારીયા અને ધોકા વડે યુવકને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.


મળતી માહિતી મુજબ માળીયા મીયાણા તાલુકાના ચિખલી ગામે વડુસર શેરીમાં રહેતા સલીમભાઈ કરીમભાઈ કટીયા (ઉ.વ.૪૨) એ આરોપી સાહીલ રણમલભાઈ મોવર તથા મોસીન નુરાલીભાઈ મોવર રહે. બંન્ને માળિયા (મીં)વાળા વિરુદ્ધ માળીયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી વીસાલા હોટલના ગ્રાઉંડમા પોતાની સ્વીફ્ટ કાર સરવીસ કરાવતા હોય તે દરમીયાન કોઈ પણ કારણ વગર આરોપીઓ આવી ધારીયા તથા ધોકા વડે ફરીયાદીને માર મારી ગંભીર ઈજાઓ કરી ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદીની સ્વીફ્ટ ગાડી રજીસ્ટર નંબર -જીજે-૧૩-સીસી-૪૩૦૭ વાળીના કાચ તોડી નુકસાન કર્યું હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!