MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana:માળિયા મિયાણા: સરવડ ગામના સરપંચ સહિત બે શખ્સોએ પાણી જેવી બાબતમાં યુવાન પર કર્યો હુમલો, જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યાની ફરિયાદ

 

MALIYA (Miyana:માળિયા મિયાણા: સરવડ ગામના સરપંચ સહિત બે શખ્સોએ પાણી જેવી બાબતમાં યુવાન પર કર્યો હુમલો, જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યાની ફરિયાદ

માળિયા મિયાણા તાલુકાના સરવડ ગામના હાઈવે પર પાણી જેવી સામાન્ય બાબતમાં ઉશ્કેરાઈને સરવડ ગામના સરપંચ અને અન્ય એક શખ્સે મળીને એક શ્રમિક યુવાન પર બેરહેમીપૂર્વક હુમલો કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ મામલે માળિયા પોલીસ મથકમાં કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

​મળતી વિગતો મુજબ, માળિયા મિયાણા તાલુકાના મોટી બરાર ગામે રહેતા અને મજૂરી કામ કરતા ૩૮ વર્ષીય જયેશભાઈ ગોવિંદભાઈ મુછડીયા પાસે આરોપી પુનિત ઉર્ફે પુનિયા પટેલે (રહે. સરવડ) પાણી માંગ્યું હતું. જયેશભાઈએ પોતાની પાસે પાણી ન હોવાનું કહેતા જ આરોપી પુનિત એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો આપવા લાગ્યો હતો.
​સરપંચને બોલાવી યુવાનને ઢોર માર માર્યો ત્યારબાદ આરોપી પુનિતે સરવડ ગામના સરપંચ નવનીત પટેલ (રહે. મોટી બરાર)ને ત્યાં બોલાવી લીધો હતો. બંને આરોપીઓએ ભેગા મળીને ફરિયાદી જયેશભાઈ સાથે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી કરી હતી. આરોપીઓએ જયેશભાઈને ગાલ તેમજ કાનના ભાગે આડેધડ ઝાપટો મારી દીધી હતી, જેના કારણે તેમના કાનના પડદાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આટલેથી ન અટકતા, આરોપીઓએ ધોકા વડે પીઠના ભાગે માર માર્યો હતો અને ડાબી આંખ પાસે ઢીકો મારી મૂઢ માર માર્યો હતો.જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી જાનથી મારવાની ધમકી આપી હુમલા દરમિયાન બંને આરોપીઓએ ફરિયાદી યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને જાહેર રોડ પર જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી હડધૂત કર્યા હતા.
​આ ચકચારી ઘટના અંગે ભોગ બનનાર જયેશભાઈ મુછડીયાએ માળિયા પોલીસ સ્ટેશનમાં પુનિત ઉર્ફે પુનિયો પટેલ અને સરપંચ નવનીત પટેલ વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!