MALIYA (Miyana):માળિયા (મી.) નાનાભેલા ગામે શ્રી રામેશ્વર મહાદેવ મંદિરનો ત્રિદિવસીય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે
MALIYA (Miyana):માળિયા (મી.) નાનાભેલા ગામે શ્રી રામેશ્વર મહાદેવ મંદિરનો ત્રિદિવસીય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે
માળિયા (મી.) નાનાભેલા ગામે આ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 12 એપ્રિલના રોજ બપોર પછી-દેહ શુદ્ધિ પ્રાયશ્વિત, હનુમંત મહાયજ્ઞ તથા સાંજે- મિલન કાકડીયા(લોક ગાયક), હરેશદાન ગઢવી (લોક ગાયક) તથા ચાંદની પટેલ (લોક ગાયિકા) મારુતિ સાઉન્ડના સથવારે રાસ ગરબાની રમઝટ બોલાવશે. 13 એપ્રિલના રોજ જળયાત્રા, મુર્તિના સામૈયા, રાજોપચાર પૂજા, દેવ પ્રસાદ વાસ્તુ, પ્રતિષ્ઠા યજ્ઞ, અમૃતાભિષેક, ભગવાનની ભવ્ય શોભાયાત્રા નીકળી ધાન્યાધિવાસ થશે. તથા રાત્રે લોક ડાયરોમાં નિલેશ ગઢવી(લોક ગાયક), પૂજા ચૌહાણ(લોક ગાયિકા), રવિ ચૌહાણ (ભજનીક), લાભુદાન ગઢવી (લોક સાહિત્યકાર) તથા સુરેશ પટેલ- નાની વાવડી(સાજીંદા ગ્રુપ) મારૂતિ સાઉન્ડના સથવારે લોક ગીતો તથા સંતવાણી પ્રસ્તુત કરશે. 14 એપ્રિલના રોજ લઘુરુદ્ર મહાયજ્ઞ, સંતોના સામૈયા, પ્રાણ પ્રતિષ્ઠા વિધિ, કળશ – ધજા આરોહણ, ધર્મસભા અને મહાઆરતી અને મહાપ્રસાદ સાથે મહોત્સવની પૂર્ણાહુતિ થશે. તો આ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા તમામ ધર્મપ્રેમી જનતાને પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.