DAHODGUJARAT

દાહોદ જિલ્લામાં સ્પેશિયલ NCD સ્ક્રીનીંગ ડ્રાઈવ અંતર્ગત બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના કુલ 19053 દર્દીઓ મળી આવ્યા

તા.૦૫.૦૪.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ જિલ્લામાં સ્પેશિયલ NCD સ્ક્રીનીંગ ડ્રાઈવ અંતર્ગત બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના કુલ 19053 દર્દીઓ મળી આવ્યા

દાહોદ જિલ્લામાં સ્પેશિયલ NCD સ્ક્રીનિંગ ડ્રાઈવ” તારીખ 20.02.25 થી 31.03.25 સુધી યોજવામાં આવી હતી.30 વર્ષ કે તેથી વધુ વયના વ્યક્તિઓનું 2,34,336 જેટલા લોકોની ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની તપાસ કરવામાં આવી હતી.ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની તપાસ પૈકી કુલ 12,037 બલ્ડ પ્રેશર તેમજ 7,016 ડાયાબિટીસના દર્દીઓ નવા મળી આવ્યા હતા.આમ, આ ડ્રાઇવ દરમ્યાન બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના મળીને કુલ 19,053 વ્યક્તિઓનું મેડિકલ ઓફિસરશ્રી દ્વારા એક્ઝામિનેશન કરી સારવાર મુકવામાં આવ્યા હતા. અને જરૂર જણાય તેવા દર્દીઓને વધુ સારવાર અર્થે જિલ્લા હોસ્પીટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા

Back to top button
error: Content is protected !!