વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ દક્ષિણ ગુજરાત વીજ કંપની કચેરી દ્વારા વીજ સુરક્ષા, સલામતી અને શહેરીજનો વીજ બચત કરે તેવા હેતુસર જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી ખેરગામ સબ ડિવિજન કચેરીથી નીકળી ખેરગામ પોસ્ટ ઓફિસ લઈ મેઇન બજાર થઈ મહાત્મા ગાંધી સર્કલથી પાછી ખેરગામ સબ ડિવિજન કચેરી ખાતે પૂરી થઈ હતી આ રેલીમાં જુદા જુદા બેનરો તથા સ્લોગન અને લાઉસ્પીકર દ્વાર સેફ્ટીની માહિતી આપવામાં આવી હતી સેફ્ટી અંતર્ગત સેમિનાર તથા અલગ અલગ સ્પર્ધાઓ જેવી કે ડ્રોઈંગ કોમ્પીટીશનું આયોજન કરી લોકો સુધી સેફ્ટી બાબતે માહિતગાર કરવામાં આવ્યા હતા આ રેલી દરમ્યાન મોટી સંખ્યામાં વીજ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉપસ્થિત રહી લોકોને વીજ સુરક્ષા અને સલામતીના નિયમો અંગે માહિતગાર કર્યા હતા.