GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું ભાજપ પરિવાર દ્વારા જુદા જુદા એસોસિયન અને સંગઠનો દ્વારા ભવ્ય સ્વાગત કરવા આવ્યું

MORBI:મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું ભાજપ પરિવાર દ્વારા જુદા જુદા એસોસિયન અને સંગઠનો દ્વારા ભવ્ય સ્વાગત કરવા આવ્યું

 

 

મોરબીના લોક લાડી લાખ ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી કાંતિભાઈ અમૃતિયા શપથ ગ્રહણ બાદ આજે પ્રથમવાર મોરબીના આંગણે પધાર્યા હતા ત્યારે ભાજપ પરિવાર તથા જુદા જુદા સંગઠનો અને સમાજના આગેવાનો દ્વારા તેમનું ઢોલ નગારા અને આતશબાજી સાથે સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું

તાજેતરમાં ગુજરાત રાજ્યના મંત્રીમંડળમાં નવા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં મોરબી માળીયાદ વિધાનસભા વિસ્તારમાં છેલ્લા ૩૨ વર્ષથી ભાજપનું નેતૃત્વ કરતા સિનિયર ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને તેઓને શ્રમ રોજગાર અને કૌશલ્ય વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે ગુજરાત રાજ્યના મંત્રી તરીકે શપથ લીધા બાદ આજે તેઓ પ્રથમ વખત મોરબીના આંગણે પધાર્યા હતા ત્યારે મોરબી શહેર ભાજપ પરિવાર દ્વારા તેઓનું ઢોલ નગારા અને આતિશબાજી સાથે સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું

મોરબી શહેરના સામા કાંઠા વિસ્તારમાં આવેલા સર્કિટ હાઉસ થી લઈને મહારાણા પ્રતાપ સર્કલ મયુર પુલ વીસીપરા ફાટક પરા બજાર ગાંધી ચોક સનાળા રોડ થઈને બાપા સીતારામ ચોકમાં તેઓની સ્વાગત સન્માનની રેલી પૂર્ણ કરવામાં આવી હતી દરમિયાન સીરામીક એસોસિયન સહિતના જુદા જુદા એસોસિએશન દરેક સમાજના અગ્રણીઓ વિવિધ સંગઠનોના હોદ્દેદારો અને આગેવાનો દ્વારા કાંતિભાઈ નું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું

આ તકે રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા માજી મંત્રી મોહનભાઈ કુંડાળિયા તથા જયંતીભાઈ કુવાડીયા ધારાસભ્ય દુલબજીભાઈ દેથરીયા વાંકાનેર ના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી પ્રકાશભાઈ વરમોરા, મોરબી શહેર ભાજપ પ્રમુખ રશિપભાઈ કૈલા માજી પ્રમુખ લાખાભાઈ જારીયા કે સમૃદ્ધિ જેઠાભાઇ મિયાત્રા અને નરેન્દ્ર સિંહ ઝાલા ભાવેશભાઈ કનજારિયા ભુપતભાઈ જારીયા કેતનભાઇ વિરપરા સહિતના અનેક અગ્રણીઓ અને હોદ્દેદારો હાજર રહ્યા હતા અને મોરબીના માર્ગો માં કાંતિભાઈ તુમ આગે બડો હમ તુમ્હારે સાથ હૈ નારાથી ગુંજી ઉઠ્યા હતા

Back to top button
error: Content is protected !!