“સચેત રહો,સુરક્ષિત રહો”હીટવેવ સામે રક્ષણ મેળવવા કાલોલની બાકરોલ પ્રાથમિક શાળા દ્વારા જનજાગૃતિ સંદેશ

તારીખ ૦૯/૦૪/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
“સચેત રહો, સુરક્ષિત રહો” સંદેશ વિદ્યાર્થીઓ અને સમાજ સુધી પહોંચે તે ઉદ્દેશથી બાકરોલ પ્રાથમિક શાળાના આચાર્ય દિનેશભાઇ પ્રજાપતિ દ્વારા વિદ્યાર્થીઓને હીટવેવ સામે રક્ષણ મેળવવા માહિતી આપવામાં આવી.શિક્ષણવિભાગ દ્વારા પણ હીટ વેવથી બચવા જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવેલ છે.શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે સ્વચ્છ પાણી, ORS દ્રાવણ, છાશ, લસ્સી, લીંબુ પાણી નાળિયેર પાણી નો ઉપયોગ કરવો.ઘરની બહાર જતી વખતે માથાના ભાગે ટોપી કે છત્રીનો ઉપયોગ કરવો આંખોના રક્ષણ માટે સનગ્લાસીસ અને ત્વચાના રક્ષણ માટે સનસ્કીમ લગાવવી, બાળકો, વૃદ્ધો, બિમાર વ્યક્તિ કે વધુ વજન ધરાવતા વ્યક્તિઓએ” લૂ”ના ભોગ ન બની જવાય તે માટે વિશેષ કાળજી રાખવી. અનિવાર્ય સંજોગો સિવાય બપોરના ૧૨ થી ૪ વાગ્યા સુધીમાં તડકામાં બહાર નીકળવું નહીં. લૂ લાગેલ વ્યક્તિને તાત્કાલિક ભીના કપડાનો ઉપયોગ કરવો અથવા માથા પર પાણી રેડવું. તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર પર લઈ જવા જેવી પ્રાથમિક માહિતી શાળાના આચાર્ય તેમજ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને જનજાગૃતિના ભાગ રૂપે આપવામાં આવી.





