RAJKOT:ખેડૂતોના હિતમાં ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાની ગાંધીનગરમાં રજૂઆત

RAJKOT:ખેડૂતોના હિતમાં ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાની ગાંધીનગરમાં રજૂઆત
ગાંધીનગર:૭૬-કાલાવડ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડાએ ગાંધીનગર ખાતે ઉર્જા વિભાગના મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાની રૂબરૂ મુલાકાત લઈ ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ રજૂઆત કરી હતી.
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે સિંચાઈ અર્થે ૧૦ કલાક વીજળી આપવાનો જે નિર્ણય લેવાયો છે, તેની ત્વરિત અને યોગ્ય અમલવારી થાય તે માટે ધારાસભ્યશ્રીએ મંત્રીશ્રીનું ધ્યાન દોર્યું હતું. કાલાવડ વિસ્તાર મુખ્યત્વે ખેતી આધારિત હોવાથી, વરસાદની અનિયમિતતા અને પાણીની અછત વચ્ચે ઊભા પાકને બચાવવા માટે સિંચાઈ અત્યંત જરૂરી બની છે. ખેડૂતોને પૂરતા કલાક વીજળી મળી રહે તે માટે પી.જી.વી.સી.એલ. (PGVCL) વિભાગને તાકીદે યોગ્ય સૂચનાઓ આપવા અંગે લેખિત ભલામણ પણ કરવામાં આવી છે.આ મુલાકાત સમયે જીલ્લા ભાજપ ઉપપ્રમુખ અભિષેકભાઈ પટવા અને કાલાવડ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ હસુભાઈ વોરા સહિતના સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્યશ્રીની આ રજૂઆતને ધ્યાને રાખીને માનનીય ઉર્જા મંત્રીશ્રીએ ઝડપી નિર્ણય લેવાનો હકારાત્મક અભિગમ દર્શાવ્યો હતો અને વીજ પુરવઠાની અમલવારી સત્વરે કરાવવા માટે ખાતરી આપી હતી.










