GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: “નારી વંદના ઉત્સવ : બેટી બચાઓ, બેટી પઢાઓ” રાજકોટમાં વિદ્યાર્થિનીઓને સુરક્ષા અને અધિકારો અંગે માર્ગદર્શન આપતી અભયમ્ ટીમ

તા.૨/૮/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: ગુજરાત સરકાર દ્વારા નારી સશક્તિકરણને પ્રોત્સાહન આપવાના હેતુસર ‘નારી વંદન ઉત્સવ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે બીજા દિવસે ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ની થીમને ધ્યાને લઈને રાજકોટ શહેરમાં આવેલી જી.ટી. શેઠ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે અભયમ્ ટીમે વિદ્યાર્થિનીઓને સુરક્ષા અને અધિકારો અંગે માર્ગદર્શન આપ્યું હતું.

આ કાર્યક્રમમાં વિદ્યાર્થિનીઓને ૧૮૧ મહિલા હેલ્પલાઇન વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમને સમજાવવામાં આવ્યું હતું કે મુશ્કેલીના સમયમાં અભયમ્ હેલ્પલાઇન કેવી રીતે મદદરૂપ થઈ શકે છે અને અભયમ્ એપ્લિકેશનનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ. આ ઉપરાંત, મહિલાઓલક્ષી વિવિધ સરકારી યોજનાઓ અને કાયદાઓ વિશે પણ જાણકારી પૂરી પાડવામાં આવી હતી. આ તકે અભયમ્ હેલ્પલાઇન અને શાળાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

Back to top button
error: Content is protected !!