GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર SOG પોલીસે મણીપુર અને નાગાલેન્ડ રાજ્યમાંથી શંકાસ્પદ હથિયારના પરવાના મેળવતા 17 ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધાયો

તા.02/04/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જીલ્લામાં ગેરકાયદેસર હથીયારો રાખનાર ઇસમો શોધી કાઢી હથીયાર ધારાના વધુમાં વધુમાં કેશો કરવા તેમજ ગે.કા.હથીયારો મોટા ભાગે બહારના જીલ્લા રાજ્યમાંથી આવતા હોય જે અંગે એક રેકેટ ચાલતુ હોય જે રેકેટનો પર્દાફાશ કરવા માટે સુચના અને માગૅદશૅન આપેલ હોય જે સુચના અને માર્ગદર્શન આધારે PI બી. એચ. શીંગરખીયા નાઓએ બાતમી મેળવેલ કે સુરેન્દ્રનગર જીલ્લામાં અમુક ઇસમો જેમના વિરૂધ્ધ સુરેન્દ્રનગર જીલ્લામાં તથા આજુબાજુના જીલ્લામાં ગુનાઓ દાખલ થયેલ છે અને આવા ઇસમોને સુરેન્દ્રનગર જીલ્લામાંથી જીલ્લા કલેકટર સાહેબ તથા ગુજરાત રાજ્યમાંથી હથીયાર લાઇસન્સ મળવાની સંભાવના ઓછી હોય તેમજ જેઓને હથીયાર રાખવા માટે લાઇસન્સ મળેલ ન હોય અથવા મળી શકે તેમ ના હોય તેવા ઇસમો બહારના રાજ્યમાંથી જેમા ખાસ કરીને મણીપુર અને નાગાલેન્ડ જેવા રાજ્યમાં ત્યાંના કે અન્ય એજન્ટો થકી ઓલ ઇન્ડીયા પરમીટ મેળવેલાની હકિક્ત મળેલ હોય જે શંકાસ્પદ જણાઇ આવતા જે બાબતે નાયબ પોલીસ મહાનિરીક્ષક સાહેબ સુરેન્દ્રનગરનાઓની મંજુરી આધારે આ કામે હ્યુમન સોર્સીસ તથા ટેકનીકલ સોર્સીસ આધારે સુરેન્દ્રનગર જીલ્લાના કુલ-૧૭ ઇસમોએ મણીપુર અને નાગાલેન્ડ રાજયમાંથી ગુજરાત રાજયના તથા મણીપુર અને નાગાલેન્ડ તથા હરીયાણાના એજન્ટ મારફ્તે હથીયાર ધારા અંગેના પરવાના મેળવી કુલ-૨૫ હથીયારો જેમા પિસ્ટલ-૫, રીવોલ્વર-૧૨, બારાબોર-૮, કાર્ટીસ નંગ-૨૧૬ મેળવેલાની હકિકત મળેલ હોય જે તમામ ઇસમોને સુરેન્દ્રનગર એસઓજી કચેરીએ લાવી તેઓની પુછપરછ કરતા તેઓએ મણીપુર તથા નાગાલેન્ડ ખાતેથી મુકેશભાઇ ભરવાડ રહે,મુળ વાકાનેર, છેલાભાઇ વેલાભાઇ ભરવાડ રહે,મુળ દરોદ તા.ચુડા જી. સુરેન્દ્રનગર હાલ રહે,સુરત, વિજયભાઇ ભરવાડ રહે, સુરત, શોકતઅલી રહે, હરીયાણા વાળાઓ મારફતે હથીયાર અંગે પરવાના મેળવેલાની તથા તે પરવાના આધારે ગુજરાત રાજ્ય તથા અન્ય રાજ્યમાંથી હથીયાર ખરીદી કરેલાની કબુલાત આપતા હોય જે શંકાસ્પદ પરવાના બાબતે ઉંડાણ પુર્વક તપાસ કરવા માટે હથીયારો તથા પરવાના કબજે કરી કુલ -૧૭ ઇસમો વિરૂધ્ધ આર્મસ રૂલ્સ ૨૦૧૬ ના નિયમ-૧૭, ૧૮ તથા આર્મસ એક્ટની કલમ-૩૦ તથા આઇ.પી.કલમ-૧૮૮ મુજબ સુરેન્દ્રનગર સીટી બી ડીવીઝન ૦૪, થાન ૦૩, મુળી ૦૪,નાની મોલડી ૦૧, સાયલા ૦૩,લીંબડી ૦૨ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.

Back to top button
error: Content is protected !!