MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી અન્વયે હથિયાર સાથે સરઘસ કાઢવા, સભા યોજવા કે જાહેર સ્થળોએ ફરવા ઉપર પ્રતિબંધ

MORBI:મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી અન્વયે હથિયાર સાથે સરઘસ કાઢવા, સભા યોજવા કે જાહેર સ્થળોએ ફરવા ઉપર પ્રતિબંધ

 

 

મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણી-૨૦૨૫ અંતર્ગત મતદાન તા.૨૨-૦૬-૨૦૨૫ના રોજ થનાર છે. ચૂંટણી દરમિયાન મોરબી જિલ્લામાં ચૂંટણી હેઠળના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને કોઇ અનિચ્છનિય બનાવ બનવા ન પામે તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિમય વાતાવરણમાં થાય અને કોઇ વિક્ષેપો ઉભા ન થાય તે માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી કે.બી. ઝવેરી દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણી-૨૦૨૫ વિસ્તારમાં મોરબી જિલ્લામાં આવેલ તમામ આત્મરક્ષણના/પાકરક્ષણના પરવાનેદારો (અપવાદ સિવાયના)એ તેમના પરવાના વાળા હથિયાર સાથે કોઇ સરઘસ કાઢવા કે સભા યોજવા કે તેમાં ભાગ લેવા કે હથિયાર સાથે જાહેર સ્થળે ફરવા ઉપર પ્રતિબંધ લગાવ્યો છે.

આ જાહેરનામું ફરજ પર રોકાયેલા પોલીસ કર્મચારી/અધિકારીઓ કે જે ઓની ફરજના ભાગરૂપે શસ્ત્રો રાખવાની પરવાનગી આપવામાં આવેલ છે. તમામ મેજિસ્ટ્રેટ, કસ્ટમ, ફોરેસ્ટ, ઇન્કમટેક્ષ, સેન્ટ્રલ એક્સાઇઝ, પોર્ટ, રેલવે, સંરક્ષાની ત્રણેય પાંખોના અધિકારીઓ/કર્મચારીઓ, મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં આવેલ સરકારી, અર્ધસરકારી સંસ્થાઓ (બેંક, કોર્પોરેશન સહીત)ના નામે જે હથિયાર પરવાનો ધરાવતા હોય તેમને તેમના પરવાના વાળા હથિયારો હેરફેર કરવા પર પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવે છે.

 

ઔધોગિક એકમો, ખાનગી સંસ્થાઓ, ટ્રસ્ટો વગેરે પોતે પરવાના ધરાવતી હોય તે સંસ્થા અને માન્યતા ધરાવતી સિક્યુરીટી એજન્સીના ગનમેન કે જેઓ રાષ્ટ્રીયકૃત, સહાકરી કે કોમર્શીયલ બેન્કો, એ.ટી.એમ તથા કરન્સી ચેસ્ટની લેવડ-દેવડ કરતાં હોય તેવા હથિયારધારી સિક્યુરીટી ગાર્ડને તેમના હથિયાર જમા કરવામાં આથી મુક્તિ આપવામાં આવે છે. આવા સિક્યુરીટી ગાર્ડએ તેઓ બેન્કમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હોય તે સંબંધિત એજન્સી/એકમનું ફોટોગ્રાફ સાથેનું ઓળખપત્રક પોતાની સાથે રાખવાનું રહેશે. તેમજ જે તે સંબંધિત એજન્સી/એકમના અધિકૃત અધિકારીશ્રીએ આવા સિક્યુરીટી ગાર્ડની વિગતવાર માહિતી જે તે સંબંધિત પોલીસ સ્ટેશનને આપવાની રહેશે અને સંબંધિત પોલીસ સ્ટેશને આ અંગે નિયમોનુસારની ચકાસણી કરી લેવાની રહેશે. શુટીંગની રમતના રમતવીર કે જેઓ વિવિધ સ્તરે રાષ્ટ્રીય રાઇફલ એસોસિએશનના સભ્ય છે અને તેમણે વિવિધ શુટીંગ સ્પર્ધામાં ભાગ લેવાનો થતો હોય જેમાં તેઓ તેમની રાઇફલનો ઉપયોગ કરે છે. તેમને આ પ્રતિબંધોમાંથી મુક્તિ આપવામાં આવે છે.

આ જાહેરનામું તા.૨૭/૦૬/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.

Back to top button
error: Content is protected !!