મોરબી જિલ્લાના પૂર્વ જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ.પ્રજાપતિને ‘બેસ્ટ જિલ્લા વિકાસ અધિકારી એવોર્ડ – 2024-25’થી સન્માનિત

3 ડિસેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
રાજ્ય સરકારની ચિંતન શિબિરમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે કર્મયોગી પુરસ્કાર એનાયત.પુરસ્કાર અંતર્ગત રૂ. ૫૧ હજારનો રોકડ પુરસ્કાર તેમજ જિલ્લાનાં વિકાસ માટે રૂ. ૪૦ લાખની પ્રોત્સાહક ગ્રાન્ટ
શ્રી જે.એસ.પ્રજાપતિ અત્યારે નવનિર્મિત વાવ – થરાદ જિલ્લાના પ્રથમ કલેકટર તરીકે ફરજ બજાવે છે મોરબી જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે સફળતાપૂર્વક ફરજ બજાવી ચૂકેલા પૂર્વ જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ.પ્રજાપતિને વર્ષ 2024-25 અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા “બેસ્ટ જિલ્લા વિકાસ અધિકારી એવોર્ડ”થી સન્માનિત કરવામાં આવ્યા છે.રાજ્ય સરકારની બારમી ચિંતન શિબિર વલસાડ જિલ્લાના આદિજાતિ વિસ્તારમાં આવેલ ધરમપુરના શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ ખાતે ત્રણ દિવસ માટે આયોજન કરવામાં આવી હતી. ચિંતન શિબિરમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શ્રી જે.એસ.પ્રજાપતિને આ મહત્વપૂર્ણ એવોર્ડ એનાયત કરાયો હતો.
આ પુરસ્કાર અંતર્ગત રૂ. ૫૧ હજારનો રોકડ પુરસ્કાર તેમજ સંબંધિત જિલ્લાનાં વિકાસ માટે રૂ. ૪૦ લાખની પ્રોત્સાહક ગ્રાન્ટ આપવામાં આવે છે.
વહીવટી કામગીરીમાં આધુનિક ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ, નવીન યોજનાઓ- કાર્યક્રમોનું અસરકારક અમલીકરણ અને સીએમ ડેશબોર્ડ અંતર્ગત આવરી લેવાયેલા Key Performance Indicators (KPI)ના ઉન્નત પ્રદર્શનના આધારે રાજ્ય સરકાર વર્ષ ૨૦૦૫થી જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓને “કર્મયોગી પુરસ્કાર” દ્વારા પ્રોત્સાહિત કરે છે.શ્રી જે.એસ. પ્રજાપતિ હાલમાં નવનિર્મિત વાવ-થરાદ જિલ્લામાં જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. મોરબી જિલ્લામાં સુશાસન, સર્વાંગી વિકાસ અને નાગરિકોને મળતી સુવિધાઓના અસરકારક અમલીકરણ બદલ મળેલો આ પુરસ્કાર જિલ્લાની સતત પ્રગતિ અને પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે.





