MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના  એલિક્સ પેપરમીલમાં લાગી વિકરાળ આગ ભભૂકી ઉઠીઆગ બુઝાવવા રાજકોટ, હળવદ અને ધ્રાંગધ્રાના ફાયર ફાઈટરને બોલાવવા પડ્યા

MORBI:મોરબીના  એલિક્સ પેપરમીલમાં લાગી વિકરાળ આગ ભભૂકી ઉઠીઆગ બુઝાવવા રાજકોટ, હળવદ અને ધ્રાંગધ્રાના ફાયર ફાઈટરને બોલાવવા પડ્યા

 

 

Oplus_0

મોરબી-માળીયા(મી) હાઇવે રોડથી નજીક ખોખરાધામ હનુમાનજી મંદિરની બાજુમાં આવેલ એલિક્સ પેપરમીલમાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. ત્યારે આગ બુઝાવવા રાજકોટ, હળવદ અને ધ્રાંગધ્રાna ફાયર ફાઈટરને બોલાવવા પડ્યા હતા. આગના કારણે પેપરમીલમાં મોટા નુકસાનની ભીતી સેવાઈ રહી છે.

આગ લાગવાની ઘટનાની મળતી માહિતી મુજબ ખોખરાધામ હનુમાનજી મંદિર રોડ ઉપર આવેલ એલિક્સ પેપરમીલમાં ગઈકાલે બપોરના અરસામાં કોઈ કારણોસર આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો. ત્યારે આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ત્યારે આગ લાગવાના બનાવની મોરબી ફાયર વિભાગમાં જાણ કરતા તાત્કાલિક મોરબી ફાયર બ્રિગેડ ટીમ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાના પ્રયાસ હાથ ધર્યા હતા. આગ એટલી વધારે લાગી ગયી હતી કે મોરબી ફાયર વિભાગની કુલ ૨ ટીમ સહીત રાજકોટ, હળવદ તથા ધ્રાંગધ્રા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. આગની આ ઘટનામાં પેપરમીલના કાચો માલ તથા તૈયાર માલમાં બહુ મોટા નુકસાનની આશંકા સેવાઈ રહી છે. ત્યારે ક્યાં કારનીસર આગ લાગી તે કારણ હાલ હજુ જણાઈ આવ્યું નથી.

Oplus_0

Back to top button
error: Content is protected !!