GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ના ઘુસર નજીકના એક ગામે દશ વર્ષીય છોકરીને કોબ્રા નાગે ડંખ મારતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ

 

તારીખ ૧૧/૦૯/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના ઘુસર નજીક આવેલા અંતરિયાળ વિસ્તાર કાશિયા ગોઢા ગામના એક મકાનમાં દશ વર્ષીય છોકરી ઘરનાં એક ખૂણામાં કંકુ ની ડબી રાખી હતી તે કંકુ ની ડબી જેવી ઉઠાવા જતાં ની સાથે જ કોઈ જાનવરે હાથમાં બચકું ભર્યું હોય હાથમાં લોહી નીકળતા જ ઘરના સભ્યોએ તે જગ્યા ઉપર શોધખોળ કરતાં એક ખૂણામાં અતી ઝેરી કોબ્રા નાગ નજરે ચડતા ત્યારબાદ દશ વર્ષીય છોકરી ને કોબ્રા નાગે ડંખ માર્યો હોય તેવું સ્પષ્ટ થતાં તાત્કાલિક પરિવારજનો એ ગામના સરપંચ બલુંભાઈ રાઠવા ને બોલાવ્યા જ્યાં સરપંચ દ્વારા તાત્કાલિક વેજલપુર ફોરેસ્ટ વિભાગ માં ફરજ બજાવતા અશોકભાઈ પરમારનું સંપર્ક કરતા ફોરેસ્ટ વિભાગે તાત્કાલિક જીવદયા પ્રેમી તુષારભાઈ પટેલ ને જાણ કરતા તુષારભાઈ પટેલ તાત્કાલિક ત્યાં પોહચી ગયા હતા જ્યાં પરિજનો ભૂવા પાસે લઇ જવાની અંદોરોઅંદ વાતચીત કરતા તુષારભાઈ પટેલ કોબ્રા નાગ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે છોકરીને કોઈ ભૂવા જોડે જવાની કે જંતર-મંતર કરવાની જરૂર નથી તેને તાત્કાલિક સીવીલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવા સાચી સલાહ આપી ને તુષારભાઇ પટેલે તાત્કાલિક ૧૦૮ નો સંપર્ક કરતા જ તાત્કાલિક ૧૦૮ ઘટનાસ્થળે પહોંચતા જ તાલુકાના અંતરિયાળ વિસ્તાર એવા કાશિયા ગોઢા ગામથી દશ વર્ષીય છોકરીને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં દશ વર્ષીય છોકરીને તાત્કાલિક સારવાર મળતાં જીવ બચી જતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો જ્યાં દશ વર્ષીય છોકરીને ડંખ મારનાર કોબ્રા નાગ ને જીવદયાપ્રેમી તુષારભાઇ પટેલે સાવચેતી પૂર્વક પકડી ને રહેણાંક વિસ્તારથી દુર જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!