BANASKANTHAGUJARATPALANPUR

જી.ડી મોદી કોલેજ ઓફ આર્ટસ, પાલનપુર સંસ્કૃત વિભાગ દવારા ‘ગુરુપૂર્ણિમા’ની ઉજવણી કરાઈ

10 જુલાઈ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
તા. ૧૦/૭/ ૨૦૨૫ના રોજ સવારે ૮.૩૦ કલાકે રૂમ.નં-૨૨માં જી.ડી મોદી કોલેજ ઓફ આર્ટસના સંસ્કૃત વિભાગના ડૉ. સુરેખાબેન અને ડૉ . જાનકીબેન દ્વારા ગુરુપૂર્ણિમા ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં વિદ્યાર્થીઓ દવારા ગુરુઓનું પૂજન કરવામાં આવ્યું તેમજ વિધાર્થીઓ દવારા ગુરુના મહત્વ વિશે સ્પીચ આપવામાં આવી અને સંસ્કૃત સાહિત્યના વિવિધ ગ્રંથોમાંથી ગુરુના મહત્વ વિશે સંસ્કૃત શ્લોકોનું ગાન કરવામાં આવ્યું. જેનો લાભ બી.એ.સેમ.૧,૩,૫ અને એમ.એ સેમ.૩ના. ૭૨ જેટલા વિદ્યાર્થીઓએ લીધો હતો. આ કાર્યક્રમમાં કાર્યકારી પ્રિ.ડૉ.રાધાબેન દ વારા વિદ્યાર્થીઓને આશિર્વચન આપવામાં આવ્યા.કાર્યક્રમના અંતે ડૉ .જાનકીબેન દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.
ભારતીય સંસ્કૃતિમાં ગુરુને સર્વોચ્ચ સ્થાન અપાયું છે. સર્વગુણ સંપન્ન, અતિજ્ઞાની મહર્ષિવેદવ્યાસની જન્મતિથિ નિમિત્તે ભારતભરમાં ગુરુપૂર્ણિમા કે વ્યાસપૂર્ણિમાની ઉજવણી થાય છે. સંસ્કૃત, સંસ્કૃતિ અને સંસ્કારના ત્રિવેણી સંગમરૂપ ગુરુપૂર્ણિમાની ઉજવણી કરીને વિદ્યાર્થીઓમાં આપણા પ્રાચીન વારસાનું જતન કરવું એવા શુભાશયથી સંસ્કૃત વિભાગ દ્વારા ચાલતા પ્રહલાદન સંસ્કૃત સાહિત્ય વર્તુળ અંતર્ગત પ્રતિવર્ષ ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!